રાજકોટમાં વાતાવરણ પલટાયું, કરા સાથે વરસાદ પડ્યો

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં છેલ્લા એક અઠવાડિયાથી અસહ્ય ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો હતો. બપોર પછી આકાશ કાળા ડિબાંગ વાદળોથી છવાય ગયું હતું. તેમજ જોત જોતમાં જ વીજળીના કડાકા સાથે રાજકોટના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદી ઝાપટા પડ્યા હતા. સાથે તોફાની પવન જોવા મળ્યો હતો. અમુક વિસ્તારમાં તો બરફના કરા પડ્યા હતા.

તોફાની પવનને કારણે શહેરમાં હોર્ડિંગ્સ ઉડ્યા હતા. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ રાહત અનુભવી હતી. રાજકોટ શહેરના યાજ્ઞીક રોડ, કાલાવડ રોડ, કિશાનપરા રોડ, 150 ફૂટ રિંગ રોડ સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Leave a Comment

Powered By Indic IME