UPSC: સ્પીપાના 14 ઉમેદવાર પાસ

યુપીએસસી (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન)એ સિવિલ સર્વિસ એક્ઝામિનેશન 2016નું પરિણામ જાહેર કર્યું છે. યુપીએસસીના ફાઈનલ રિઝલ્ટમાં ઓલ ઈન્ડિયા લેવલ પર પર પ્રથમ રેન્ક કર્ણાટકની એમએસ રામૈયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીની યુવતી નંદિનીએ મેળવ્યો છે,જ્યારે બીજો રેન્ક અનમોલ સિંઘ શહેર બેદીએ મેળવ્યો છે. તો અમદાવાદ સ્પીપાના સ્ટુડન્ટ અભિલાષ મિશ્રા પાંચમા સ્થાને રહ્યો છે.

જાહેર કરવામાં આવેલા ફાઈનલ પરિણામ(ફાઈનલ સિલેક્શન)માં સ્પીપાના કુલ 14 ઉમેદવારો સિલેક્ટ થયા છે. જે 14 ઉમેદવારો સિલેક્ટ થયા છે, જેમાં 3 યુવતી અને 11 યુવકો સમાવેશ થાય છે. સ્પીપાની પ્રિલિમિનરી પરીક્ષા ગત ઓગસ્ટ 2016માં લેવાઈ હતી. તે પછીથી યુપીએસસીની મેઈન એક્ઝામ ડિસેમ્બર 2016માં લેવાઈ હતી, તે પછીથી યુપીએસસીનો ફાઈનલ ઈન્ટરવ્યૂ યોજવામાં આવ્યો હતો. જે 14 ઉમેદવારો ઝળક્યા છે તેમાં સાત ઉમેદવારો બીઈ-બીટેકની ડિગ્રી ધરાવે છે. જ્યારે ચાર ઉમેદવારો મેડિકલ-પેરા મેડિકલ ક્ષેત્રની ડિગ્રી મેળવી છે. બે ઉમેદવારો બીએ-એમએની ડિગ્રી મેળવી છે, જ્યારે એક ઉમેદવારે બીએસસી-મેનેજમેન્ટ ક્ષેત્રની ડિગ્રી મેળવી છે.

યુપીએસસીનું ફાઈનલ રિઝલ્ટ જાહેર કરાયા બાદ ઓલ ઈન્ડિયા રેન્કના આધારે આઈએએસ, આઈએફએસ, આઈપીએસ, આઈઆરએસ સહિતની વિવિધ 25થી વધુ સેવાઓ પર ઉમેદવારોને રેન્ક આપવામાં આવશે.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Leave a Comment

Powered By Indic IME