CM વિજય રૂપાણી રાજકોટના 4 હજાર વડીલોને ‘શ્રવણ’ બની કરાવશે યાત્રા

રાજકોટમાં વસતાં ચાર હજાર વડીલો માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણી શ્રવણરૂપ બન્યાં છે. તેઓ વડીલોને ભગવાન સોમનાથની યાત્રા કરાવવા જઇ રહ્યાં છે. આ યાત્રાનો ખર્ચ મુખ્યપ્રધાન પોતે ઉઠાવશે. જીવનની ઢળતી સંધ્યાએ કોઇપણ વૃદ્ધ પવિત્ર યાત્રાધામોના દર્શન કરી પુણ્યનું ભાથું બાંધવાની ઈચ્છા ધરાવતા હોય છે. વળી, સંસારની ઘટમાળમાં બહાર આવી ગયેલા વૃદ્ધો માટે આવી યાત્રા નવા આનંદની અનુભૂતિ ૫ણ હોય છે. રાજકોટ શહેરના ચાર હજાર જેટલાં વૃદ્ધજનોના પુણ્યનું ભાથુ બાંધવાના અવસર માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણી નિમિત બન્યાં છે.વડીલો માટે આ યાત્રા કાર્યક્રમ મુજબ તા.૫થી સાત દિવસ સુધી રોજ દસ બસો સોમનાથ, જૂનાગઢ, ૫રબ અને વિરપુરની યાત્રા કરશે.

GUJARATI NEWS,Health News,entertainment gujarati , Gujarat News , Sports news in gujarati,NEWS GUJARAT,GUJARATI,GUJARAT સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે newsgujarati.com ના FACEBOOK અને instagram ને લાઈક કરો

Attachment

Leave a Comment

Powered By Indic IME