કુછ પાને કે લિયે કુછ ખોના પડતા હૈઃ પ્રિયંકા ચોપરા

હોલિવૂડમાં ફિલ્મો અને ટીવી શો કરનારી બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાની હિંદી ફિલ્મ ઘણા વખતથી આવી નથી. લોકો કહે છે કે હોલિવૂડ પ્રોજેક્ટમાં કામ કરવાના બદલામાં તેણે બોલિવૂડમાં ઘણું નુકસાન કરી લીધું છે, જોકે પ્રિયંકા એ વાત સાથે સંમત નથી. તે કહે છે કે કુછ પાને કે લિયે કુછ ખોના પડતા હૈ. એ સત્યથી કોઇ ઇન્કાર ન કરી શકે. ‘ક્વાન્ટિકો’ના કારણે મને એવા દેશના લોકો પણ ઓળખવા લાગ્યા છે, જે ફિલ્મોના કારણે મને ઓળખતા ન હતા, પરંતુ તેમ છતાં પણ હું ખૂબ જ ચુઝી બની ગઇ છું, જ્યારે પણ મને સારી ઓફર મળશે ત્યારે બોલિવૂડની ફિલ્મ જરૂર કરીશ, કેમ કે હિંદી ફિલ્મો મારો પહેલો પ્રેમ છે. ખૂબ જ જલદી હિંદી ફિલ્મ પણ સાઇન કરવાની છું.

પ્રિયંકાની મરાઠી ફિલ્મ ‘વેન્ટિલેટર’ને ત્રણ નેશનલ એવોર્ડ મળ્યા. તે કહે છે કે મને એવોર્ડ મળવાથી ખૂબ જ સારું લાગ્યું. આમ તો નિર્માણ પાછળનો મારો હેતુ પૈસા કમાવવાનો ન હતો, પરંતુ મારી ફિલ્મો દ્વારા હું ક્ષે‌િત્રય સિનેમાને પ્રોત્સાહન આપવા ઇચ્છું છું. મારી ફિલ્મ નિર્માણ કંપનીનાે ઉદ્દેશ એક એવા મંચનું નિર્માણ કરવાનો છે, જે સારી સારી કહાણીઓને પ્રોત્સાહન આપે અને તેમાં ભાષાનાં કોઇ બંધન ન હોય. હું નવી ટેલેન્ટ સાથે કામ કરવા ઇચ્છું છું. નવા એક્ટર, નવા રાઇટર અને નવા ડિરેક્ટર સાથે નાની નાની ફિલ્મો બનાવવા ઇચ્છું છું. હું જાણું છું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મજબૂતાઇ મેળવવી કેટલી અઘરી છે. અહીં ખૂબ જ સંઘર્ષ છે. હાલમાં હિંદી અને રિજનલ ફિલ્મો પર કામ કરી રહી છું. તે ખૂબ જ જલદી બે બંગાળી ફિલ્મો બનાવવા જઇ રહી છે.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME