સલમાન ખાને લોન્ચ કરી નવી ઇલેક્ટ્રિક સાઈકલ

બોલિવૂડના સુલતાન સલમાન ખાને વિશ્વ પર્યાવરણ દિવસ પર પોતાની બિઈંગ હ્યુમર બ્રાન્ડ હેઠળ ઇલેક્ટ્રિક સાઈકલ લોન્ચ કરી છે. ઇ સાઈકલની બે વેરાઈટી બીએચ ૩૭ અને બીએચ ૧૨ ઉપલબ્ધ થશે. કિંમતની વાત કરીઅે તો બિંઇગ હ્યુમન ઇલેક્ટ્રીક સાઈકલની કિંમત ૪૦ હજારથી રૂપિયાથી લઈને ૫૭ હજાર રૂપિયાની વચ્ચે છે.

અા અવસરે સલમાને કહ્યું કે જ્યારે લોકોઅે લાંબી યાત્રા કરવી હોય તો તેઅો સાઈકલથી ટ્રાવેલ કરવાનું વિચારતા નથી પરંતુ સરળ પેન્ડલ અને રિચાઈઝેબલ મોટલ સપોર્ટ હોવાના કારણે અા ઇ સાઈકલ શહેર અને ગામ બંને જગ્યાઅો પર ચલાવવામાં સરળ છે.સલમાને જણાવ્યું કે અા સાઈકલોને ચલાવવા માટે કોઈ ડ્રાઈવિંગ લાઈસન્સની જરૂર પડતી નથી. તેની મેક્સિકમ સ્પીડ ૨૫ કિલોમીટર પ્રતિ કલાક હશે. બીએચ ૨૭ અને બીએચ ૧૨ ચાર કલર સફેદ, પીળો, લાલ અને કાળા રંગમાં મળશે. સાઈકલની બીજી વેરાયટી વેચાણ માટે થોડા મહિનાઅોમાં ઉપલબ્ધ થશે. અા પહેલાં સલમાન બિંઇગ હ્યુમન બ્રાન્ડ હેઠળ ક્લોથિંગ, જ્વેલરી, એસેસરીઝ વગેરે રજૂ કરી ચૂક્યો છે. ઇલેક્ટ્રિક સાઈકલ ચલાવવાથી તમે માત્ર તમારી હેલ્થને નહીં પરંતુ પર્યાવરણને પણ સાફ સુથરું રાખી શકો છો.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME