વ્યસન એ વ્યસન છે, બાકી બહાનાં છેઃ સંજય દત્ત

સંજય દત્ત તેની કમબેક ફિલ્મ ‘ભૂમિ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. બીજી તરફ રણબીર કપૂર તેની બાયોપિક કરી રહ્યો છે. સંજય દત્ત જેલની સજા, ડ્રગ્સ અને તેની ફિલ્મો વિશે વાત કરતાં કહે છે કે ઘણા લોકો વ્યસનના કારણે રિસર્ચ કરતા હોય છે, પરંતુ વ્યસન એ વ્યસન છે. એ માટે અન્ય કોઇ બહાનું ન કાઢી શકાય. મને ૧૦ વર્ષથી ડ્રગ્સનું વ્યસન હતું. મને ખબર હતી કે હું હેરોઇન લઇ રહ્યો છું. મને ખબર હતી કે હું કોકેન લઇ રહ્યો છું. હું શા માટે લઇ રહ્યો હતો, કેમ કે મારી માતા બીમાર હતી? ના, એ બધી નકામી વાતો છે. હું લઇ રહ્યો હતો, કેમ કે મારે એ લેવું હતું. હું મારી જાતને બગાડી રહ્યો હતો. ડ્રગ્સ નહીં, કોઇ પણ વ્યસન ખોટું જ છે, પછી એ વધારે ખાવું, વધારે કામ કરવું કે વધારે દારૂ પીવાનું કેમ ન હોય. જો તમે તમારી જાત પર કાબૂ ન રાખી શકતા હો તો તમારે વ્યસન બંધ કરી દેવું જોઇએ.

સંજય કહે છે કે બોલિવૂડમાં ગેંગસ્ટરનો ખૂબ જ પ્રભાવ હતો. નસીબજોગે તેઓ જે પણ ફિલ્મ સાથે સંકળાયેલા હોય તેવી મેં એક પણ કરી નથી. ગેંગસ્ટર બોલિવૂડ ઇન્ડસ્ટ્રીનો ભાગ રહ્યા હતા અને ઇન્ડસ્ટ્રી તેમનાથી ડરતી પણ હતી. હું જ્યારે જેલમાં હતો ત્યારે મને ભીખુ મ્હાત્રેના પાત્ર જેવો એક કેદી મળ્યો હતો. મેં એ વિશે રામગોપાલ વર્માને કહ્યું અને તેમણે ભીખુ મ્હાત્રેનું પાત્ર ઊભું કર્યું હતું. સંજય વધુમાં જણાવે છે કે તમારી લાઇફમાં ઘણી બધી નેગેટિવિટી અને ફ્રસ્ટ્રેશન હોય તેને પોઝિટિવિટીમાં બદલવું ખૂબ મુશ્કેલ હોય છે. તમારી લાઇફમાં તમારી ઘણી આશાઓ અને ઇચ્છાઓ હોય છે, જેને પહેલાં તમારે દૂર કરવી પડે છે એ પણ ખૂબ મુશ્કેલ છે, પરંતુ તમારે તેમ કરવું જ પડે છે.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME