‘કૌન બનેગા કરોડપતિ’નું ટીવીના પડદા પર થશે પુનરાગમન

બોલીવૂડ મહાનાયક અમિતાભ બચ્ચને જાહેર કર્યું છે કે એમના અતિ લોકપ્રિય નિવડેલા રિયાલિટી ટીવી ગેમ શો ‘કૌન બનેગા કરોડપતિ’નું ટીવીના પડદા પર પુનરાગમન થશે. પોતે ‘કેબીસી’ની નવી, 9મી સીઝન માટે કામ શરૂ કરી દીધું છે.

અગાઉ એવી ચર્ચા હતી કે જ્ઞાન-આધારિત ગેમ શૉ ‘કેબીસી’ની નવી સીઝનનું સંચાલન અમિતાભ નહીં, પણ એમની અભિનેત્રી-પુત્રવધુ ઐશ્વર્યા રાય-બચ્ચન કરશે. એક અન્ય અફવા એવી હતી કે આ વખતની નવા ‘કેબીસી’નું સંચાલન માધુરી દીક્ષિત સંભાળશે, પરંતુ હવે અમિતાભે જાહેરાત કરીને બધી અફવાઓનો અંત લાવી દીધો છે.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME