શાળા પ્રવેશોત્સવ-ર૦૧૭નો આજથી રાજ્યવ્યાપી પ્રારંભ

મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજથી શાળાપ્રવેશોત્સવની શરુઆત કરાવશે. તેઓ ૮ જૂનથી શરૂ થઇ રહેલા ૧પમાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવના ત્રિદિવસીય અભિયાનનો રાજ્ય પ્રારંભ દાહોદ જિલ્લાના અંતરિયાળ આદિજાતિ ગામ રૂપાખેડાથી કરાવશે.સવારે ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામે પહોંચશે અને ધોરણ-૧માં પ્રવેશપાત્ર ૩૦ કુમાર અને ર૮ કન્યા મળી પ૮ ભૂલકાંઓનો શાળાપ્રવેશ કરાવશે.

રાજ્ય સરકારે ગત વર્ષના શાળા પ્રવેશોત્સવ અભિયાનથી નવતર અભિગમ અપનાવીને પ્રાથમિક શાળામાં નામાંકન સાથે ધોરણ-૮ પાસ કરીને ધોરણ-૯ માં માધ્યમિક શાળામાં પ્રવેશોત્સુક બાળકોનો પ્રવેશોત્સવ પણ હાથ ધર્યો છે. જેમાં ધોરણ-૯માં પ્રવેશપાત્ર ૧૧ર વિદ્યાર્થીઓનો પણ પુનઃશાળાપ્રવેશ કરાવાશે.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME