જાણો કમળો થવાના કારણો , લક્ષણો , કમળા માં શું કરવું અને શું ન કરવું

કમળાને સાદી ભાષામાં પીળીયો તરીકે ઓળખવામાં આવે છે. હાલ પાણીથી ફેલાતો રોગ કમળાનું પ્રમાણ વધ્યું છે. પીવાના પાણીમાં કેમિકલ કે ગટરનું પાણી ભળવાથી પાણી પ્રદૂષિત થાય છે અને આ પાણી કમળો થવા માટે જવાબદાર બને છે. કમળાને થતો અટકાવવા માટે સ્વચ્છતા રાખવી ખૂબ જ જરૂરી છે. જો પૂરતું ધ્યાન ન આપવામાં આવે તો તે જીવલેણ સાબિત થઇ શકે છે.

ઘણા લોકોને પેટમાં ઝીણું ઝીણું દુખ્યા કરે, ભૂખ ન લાગે, શરીરમાં ખૂબ જ નબળાઈ લાગે, સવારે ઊઠયા પછી ઊબકાં આવે, મોળ જેવું લાગે, વજન પણ ઘટેલું જણાય. આમ આવા સંકેતો એ કમળો થયા હોવાના લક્ષણો હોઈ શકે છે. પરંતુ મોટાભાગના લોકો શરૂઆતમાં આ લક્ષણો પ્રત્યે ધ્યાન ન આપવાને કારણે આ રોગ જીવલેણ બની જાય છે. આમ સામાન્ય રીતે જો યોગ્ય સંભાળ રાખવામાં આવે તો કમળો એક મહિનામાં મટી જાય છે પરંતુ જયારે તીવ્ર કમળો થયો હોય ત્યારે તેની અસર ઓછામાં ઓછી છ મહિના સુધી ચાલે છે જો તે લાંબા સમય સુધી ચાલે તો તેને (ક્રોનિક) લાંબા ગાળાની અસર તરીકે ઓખવામાં આવે છે. તો ચાલો આજે તમને કમળા વિશેની તમામ માહિતી આપીએ, જેથી તમે આ રોગથી બચીને રહી શકો.

કમળો થવાના કારણો

આપના શરીર માં આશરે ૪.૫ લીટર જેટલું લોહી, ૨૪ કલાક અને ૩૬૫ દિવસ ફરતું રહે છે.
માતા જેમ પોતાના સંતાન ની સતત કાળજી કરે એમ, લોહી પણ આપના શરીરની ઓક્શીજ્ન અને બીજા પોષક તત્વોની આપૂર્તિ કરે રાખે છે અને, સાથોસાથ શરીર માં ઠલવાતા, કે ભેગા થતા કચરા (કાર્બન ડાયોક્સાઈડ, યુરીયા કે લેક્તિક એસીડ જેવા) કીડની કે લીવર જેવા અંગો ધ્વારા શરીર ની બહાર નો રસ્તો બતાવી પાછુ પોતાના કાર્યમાં લાગી જાય છે.

આ ૪.૫ લીટર લોહી એકવાર બની ગયું પછી આજીવન જીવંત રહીને આપણી સેવા કરતું રહે છે? ના. એવું કેવી રીતે હોય!! અસ્તિત્વ તેનો નાશ અને પરિવર્તન તો કુદરત નો પાયાનો નિયમ છે જ ને!

લોહીમાં અડધો અડધ ભાગ પ્લાઝમા નો હોય છે, જેનું કામ ગ્લુકોઝ અને બીજા પોષક તત્વો ને, શરીર માં જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં પહોચાડવાનું મહત્વ નું કાર્ય કરવાનું હોય છે.

બાકીનો અડધો ભાગ લાલરક્તકણો (RBC) સ્વેતરક્તકણો (WBC) અને પ્લેટલેટ્સ રહેલા હોય છે.
લાલરક્તકણો નું આયુષ્ય ૧૨૦ દિવસ નું હોય છે જયારે સ્વેતરક્તકણો નું આયુષ્ય ૩-૪ દિવસ નું હોય છે.

ઉંમર વીતેલા લાલરક્તકણો ને છુટા પાડી દેવાનું કામ કરે છે – ફેગોસાઈટસ નામક કોષો. નિકાલ પામતા લાલરક્તકણો માં શરીર ને જરૂરી એવા એમીનો એસીડ અને લોહ તત્વ હોય છે જેને ફરી પાછા ઉપયોગ માં લઇ શકાય છે અને લેવાય પણ છે, બાકી બચેલા બીલીરુબીન નો નિકાલ કરાય છે.

લાલરક્તકણો ના મોતના પરિણામે ઉત્પન થયેલા બીલીરુબીન લીવર માં આવે છે જ્યાં લીવર એની ઉપર કેમિકલ પ્રક્રિયા કરીને પાણી માં સોલ્યુબલ બનાવે છે  અને ત્યારબાદ નિકાલ માટે બાઈલ-ડકટમાં થઈને વાયા નાના આંતરડા એને મોટા આંતરડામાં મોકલે છે, અહીંથી બીલીરુબીન મળ ભેગા શરીર ની બહાર ફેંકાય છે.

બાઈલ નો મૂળ રંગ પીળાશ પડતો લીલો છે પરંતુ આંતરડા માં રહેલા બેક્ટેરિયા એનો રંગ કત્થાઇ કરી નાખે છે. મળ નો રંગ આ બાઈલ ને આભારી છે.

લીવર માં આવેલું બધું બીલીરુબીન મળ વાટે નિકાલ નથી પામતું, થોડો ભાગ કીડની વાટે પેશાબ જોડે પણ નિષ્કાસિત થાય છે.

લાલરક્તકણો ના મોતના પરિણામે ઉત્પન થયેલા બીલીરુબીન ને પ્રોસેસ કરવાની લીવર ની એક નિશ્ચિત ક્ષમતા છે. માટે, જો એનાથી વધુ બીલીરુબીન ઉત્પન થયું હોય તો લીવર એને પ્રોસેસ કરીને નિકાલ નથી કરી શકતું, આમ થવાથી વધારા નું બીલીરુબીન (પાણી માં સોલ્યુબલ ના હોઈ પણ ચરબી માં આસાની થી ભળી જતું હોઈ) શરીર ની ચરબી માં ભેગું થઈને ચામડી નો રંગ બદલાવી નાખે છે. આંખ માં બીલીરુબીન ની હાજરી પણ એ વાત ની સાબિતી છે કે બીલીરુબીન એ મગજ માં પગ-પેસારો કરી દીધો છે. આ રીતે ફેલાયેલા કમળા ને હેમેલાઈટીક કહે છે જે હેમોલાઈસીસ ના કારણે થાય છે. હેમોલાઈસીસ એટલે લાલરક્તકણો નું ખુબ અધિક માત્ર માં મોત.

લીવર ને કોઈ કારણસર (વધારે પ્રમાણ માં દારૂ પીવાથી, દવાઓ લેવાથી કે લીવર માં ગાંઠ થવાથી) નુકશાન થયું હોય એવા કેસ માં પણ લીવર પોતાની ક્ષમતા જેટલું બીલીરુબીન પ્રોસેસ ના કરી શકે (જો ત્યારે, ઉત્પન થતું બીલીરુબીન એની નિશ્ચિત માત્રા ની રેંજ માં જ હોય, છતાં) અને વધેલું બીલીરુબીન પોતાનો અવળો રસ્તો પકડે….પકડે જ. આને હેમાટોસેલ્યુલર જોન્ડીસ કહે છે.

ત્રીજો પ્રકાર છે ઓબ્સ્ત્રક્તીવ જોન્ડીસ. આ કિસ્સા માં, લીવરએ પ્રોસેસ કરેલું બીલીરુબીન જયારે પિત્તાશય માં અને ત્યાંથી આંતરડા માં જતું હોય ત્યારે બાઈલ-ડકટ માં જો પથરી જેવો અવરોધ હોય તો!………

આ સિવાય પણ કમળો થવાના ચાન્સીસ તો છે જ.

જેમકે

↪ સંક્રમિત પાણી અથવા ખોરાક વડે થતો કમળો (જેમાં ફ્લુ જેવા લક્ષણો દેખાય છે) જેને હેપેટીટીસ – એ કહે છે. આને રોકવા માટે રસી ઉપલબ્ધ છે ખરી.

↪ બીજો પ્રકાર છે હેપેટીટીસ – બી, જે સંક્રમિત વ્યક્તિ ના લોહી કે બીજા પ્રવાહી ના સંપર્ક માં આવવાથી ચેપ લાગી ને થઈ શકે છે. આ કમળો લીવર ને ચેપ લગાડી નકામું કરી શકે છે ને પરિણામે ઘાતક પણ નીવડી શકે.

↪ ત્રીજો પ્રકાર એટલે હેપેટીટીસ – સી, જે વાયરસ વડે થાય, મલેરિયા અને પેન્ક્રીયાટીક કેન્સર વડે પણ થઇ શકે છે

કમળાને થતો અટકાવવા માટે સ્વચ્છતા રાખવી જરૂરી છે. બીજું અહીં આપવામાં આવેલાં કમળાનાં લક્ષણોમાંથી કોઇપણ લક્ષણ તમારામાં જોવા મળ‌ે તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક સાંધવો જોઇએ. જેમને કમળો થયો હોય તેમણે પૂરતી તકેદારી રાખવી અને આરામ કરવો જરૂરી છે. કમળામાં પૂરતું ધ્યાન ન આપવામાં આવે તો તે જીવલેણ સાબિત થઇ શકે છે.

કમળાનાં લક્ષણો

▶ શરીરનો રંગ પીળો
▶ આંખમાં સફેદ ભાગ પીળો
▶ શરીરનો રંગ પીળો પડી જવો
▶ નબળાઈ લાગે
▶ આંખની કીકીની આસપાસ સફેદ ભાગ પીળો દેખાય
▶ ઊલટી થવી, ઊબકા આવવા
▶ નખ પીળા પડવા
▶ વજનમાં કોઇ કારણ વગર ઘટાડો થવો
▶ મૂત્રનો રંગ પીળો થવો
▶ ભૂખ ન લાગવી
▶ પેટમાં જમ‌ણી બાજુ ઉપરના ભાગમાં દુખાવો થવો
▶ ઝીણો તાવ રહેવો
▶ કારણ વગર ગુસ્સો આવવો
▶ માથામાં દુખાવો થવો
▶ અમુક વખત શરીરમાં ખંજવાળ આવવી

કમળામાં શું કરવું:

▶ સંપૂર્ણ આરામ કરવો જોઇએ.
▶ પ્રવાહી પુષ્ક‌ળ પ્રમાણમાં આપવું જોઇએ.
▶ ઉકાળેલું ઠંડુ કરેલું પાણી આપવું, નાળિયેરનું પાણી, શેરડીનો રસ પીવા કરતાં શેરડીને ચૂસીને ખાવાથી વધારે ફાયદો થાય છે.
▶ લીંબુ, દાડમ, સંતરા, લીલી દ્વાક્ષ, પપૈયું વગેરે ફળો ખાઇ શકાય.
▶ મોળી છાસ પી શકાય છે.
▶ મગ, મગનું ઓસામણ, ખીચડી, ચણા, મમરા, દાળિયા, ધાણી, દૂધી, પરવળ, મૂળાં, કેળાં વગેરે પથ્ય હોઇ આહારમાં તેનો ઉપયોગ કરી શકાય છે.

કમળામાં શું ન કરવું:

▶ ભારે તીખા, તળેલા, માસાલાવાળા પદાર્થો સદંતર બંધ કરવા.
▶ તડકામાં જવાથી બચવું.
▶ ક્રોધને દૂર રાખવો.
▶ શરીરને શ્રમ પડે એવું કાર્ય ન કરવું.
▶ આલ્કોહોલનો ત્યાગ કરવો.
▶ કમળાનો વાવર ચાલતો હોય ત્યારે તકેદારી રૂપે આયુર્વેદિક લીવર ટોનિક ઔષધિઓ જેવી કે કુંવારપાઠું, ભૃંગરાજ, કડુ વગેરેનો ઉપયોગ કરવાથી અને રોગપ્રતિકારક શક્તિ વધારવાથી કમળાના રોગ સામે રક્ષણ જરૂરથી મેળવી શકાય છે.

આયુર્વેદની દૃષ્ટિએ કમળો

શરીર પીળું પડી જવું કમળાનું મુખ્ય લક્ષણ છે. આથી લોકભાષામાં રોગને ‘પીળિયો’ પણ કહે છે. કમળો જ્યારે ખૂબ વધી જાય ત્યારે પરસેવાથી કપડાંને પણ પીળા ડાઘા પડે છે. કમળાનો વાવર ચાલતો હોય ત્યારે તકેદારી રાખવા ઉપરાંત રોગપ્રતિકારક શક્તિ વધારવાથી કમળાના રોગ સામે રક્ષણ મેળવી શકાય છે.

લીવર આપણાં શરીરનું એક અત્યંત મહત્ત્વનું અવયવ છે. લીવરની વિકૃતિ અને પિત્તની દુષ્ટિ થવાથી વ્યક્તિને કમળો થાય છે. બિલીરૂબિન જેવા પિત્તરંજકોનું નિર્માણ લીવરમાં થતું હોવાથી તેમાં કોઇપણ ખામી સર્જાય ત્યારે પિત્તરંજકો સમગ્ર શરીરમાં ફેલાઇ જાય છે અને વ્યક્તિ લીવરના રોગોનો ભોગ બને છે. વાઇરલ ઇન્ફેક્શનના કારણે લીવરમાં સોજો આવવાથી તેનું રક્તનિર્માણનું કાર્ય અને પિત્ત ઉત્પન્ન કરવાની કાર્યક્ષમતા વિકૃત થાય છે. આથી કમળામાં રક્તકણોનું ઘટવું અને પિત્તનું વધવું વિશેષ જોવા મળે છે.

આયુર્વેદની દૃષ્ટિએ શાખાશ્રિત કમળો અને કોષ્ઠાશ્રિત કમ‌ળો એમ કમળાના બે પ્રકાર છે. આહાર વિહારની દૂષિતતા, ખુલ્લા પડેલા ખાદ્યપદાર્થોનું સેવન, બજારની દૂષિત ખાણીપી‌ણી, બરફના ગોળા, વાસી સડેલા આહારનું સેવન, માટી ખાવાની આદત, આલ્કોહોલનું વધુ પડતું સેવન, પીવાનું પાણી દૂષિત હોય તો પણ લીવર દૂષિત થવાથી કમ‌ળો થઇ શકે છે. કમળાગ્રસ્ત વ્યક્તિના સતત સંપર્કમાં રહેવાથી પણ કમળો થઇ શકે છે.

શરીર પીળું પડી જવું કમળાનું મુખ્ય લક્ષણ છે. આથી લોકભાષામાં રોગને ‘પીળિયો’ પણ કહે છે. કમળો જ્યારે ખૂબ વધી જાય ત્યારે પરસેવાથી કપડાંને પણ પીળા ડાઘા પડે છે. પેશાબ-ઝાડો પીળો, ક્યારેક લાલ રંગ કે કાળા રંગનો પણ થાય છે. વાયુ, ઓડકાર, અપચો અને ક્યારેક ઝાડા-ઊલટીમાં કે નાકમાં લોહીનો સ્રાવ થવો આવાં પ્રકારનાં લક્ષણો કમળો એકદમ વધી જાય ત્યારે જોવા મળે છે.

આયુર્વેદમાં કમળાના રોગ વિશે વિસ્તારથી નિદાન, ઉપચાર અને પથ્યપાલનનું વર્ણન કરવામાં આવ્યું છે. રોગીની શક્તિ તથા રોગીની અવસ્થા અનુસાર પ્રકૃતિ પ્રમાણે દોષોની શુદ્ધિ માટે વમન, વિરેચન, નસ્ય તથા મંત્ર ચિકિત્સાનો યુક્તિપૂર્વક ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે. કમળો થયો હોય ત્યારે પિત્તસારક અને પિત્તશામક ઔષધિનું સેવન કરવું.

કમળાના દર્દીએ સંપૂર્ણ આરામ કરવો બહુ જરૂરી છે. આરોગ્યવર્ધિની બે ગોળી દિવસમાં બે વખત એટલે કે સવાર અને સાંજ પાણી સાથે લેવી. કામલાહરરસ, પુનર્નધામંડૂર, કુમારીઆસવ, ભૃંગરાજઘનવટી, ગુડુરચાદિકવાથ, ત્રિફલાકવાથ, કડુચૂર્ણ વગેરેનું વૈદ્યકીય સલાહ મુજબ સેવન કરવું.

કુંવારના રસમાં હળદર ભેળવીને પીવામાં આવે તો ફાયદો થશે. કુંવારપાઠું અને ભૃંગરાજ આયુર્વેદિક ઔષધિઓ લીવરના કાર્યને નિયમન કરવામાં ખૂબ ઉપયોગી અને અસરકારક ઔષધિ દ્રવ્ય છે. તેથી બંને ઔષધિનું વૈદ્યકીય સલાહ અનુસાર સેવન કરવાથી કમળામાં બહુ અસરકારક પરિણામ મળે છે.

મધ સાથે ગાજરનો રસ પીવાથી કમળામાં ફાયદો થાય છે. કમળામાં જ્યારે ભૂખ લાગતી હોય ત્યારે બે ચમચી આદુંનો રસ અને અડધી ચમચી ત્રિફળા ચૂર્ણ સાથે સવાર અને સાંજ એમ દિવસમાં બે વખત લેવાથી ભૂખ લાગશે. લીમડાનાં પાનનો રસ તથા મધ સવારના નરણા કોઠે પીવાથી કમળામાં ઘણી રાહત મળે છે.

હળદરનું ચૂર્ણ એક તાજી છાસમાં નાખી સવાર અને સાંજ તેને સૂચીને ખાવાથી કમળામાં ફાયદો થાય છે.

GUJARATI NEWS,Health News,Gujarat News સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે newsgujarati.com ના FACEBOOK અને instagram ને લાઈક કરો.4AQw,Ez

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME