અમદાવાદમાં 14થી 16 જૂન સુધી યોજાશે એજ્યુકેશન ફેર

રાજ્યના શિક્ષણ વિભાગ, નોલેજ કોન્સપોર્ટિયમ ઓફ ગુજરાત અને ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે 14થી16 જૂનના રોજ અમદાવાદના યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં એજ્યુકેશન ફેર યોજાશે. ઉદ્દઘાટન મુખ્યમંત્રી વિજય રૂપાણી કરશે. એજ્યુકેશન ફેરમાં વિદેશની 10, દેશની 60થી વધુ યુનિવર્સિટી અને 150 ઉપરાંત કોલેજો ભાગ લેશે તેવું આયોજન કર્યું હોવાનું સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. ફેરમાં 300થી વધુ સ્ટોલ હશે અને 50 હજારથી વધુ વિદ્યાર્થીઓ મુલાકાતે આવે તેવી વ્યવસ્થા કરાઇ છે.

એજ્યુકેશન ફેર બાબતે વિગત આપતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે વિદ્યાર્થીને કારર્કિદી ઘડતર માટે વિવિધ તકો મળી રહે તથા શિક્ષણના અનેક ક્ષેત્રોમાંથી પોતાની પસંદગી મુજબ યોગ્ય પસંદગી વિદ્યાર્થીઓને મળી શકે તથા વિદ્યાર્થીઓ અને વાલીઓને શિક્ષણ સંબંધી કોઇ મૂંઝવણ કે સમસ્યા હોય તો તેનો એક જ જગ્યા ઉકેલ મળી રહે તે માટે તા. 14થી16 જૂને ગ્રાન્ડ એજ્યુકેશન ફેરનું આયોજન કર્યું છે.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME