ભારતીય સ્મોકર્સ માને છે કે છૂટક સિગારેટનું વેચાણ બંધ કરવાથી સ્મોકિંગ છોડવામાં મદદરૂપ થશે

જો માર્કેટમાં છૂટક એટલે કે એક-બે સિગારેટ મળતી હોય તો જ્યાં જાઓ ત્યાંથી તલપ પૂરી કરવા માટે સિગારેટ મેળવી લઇ શકાય છે. એને કારણે સિગારેટ છોડી દેવાનું નક્કી કરનારાઓનું મનોબળ સહેજ નબળું પડે તો પાછું સ્મોકિંગ ચાલુ થઇ જાય છે. ભારતમાં કરવામાં આવેલા સર્વેમાં પ૯ ટકા લોકોનું કહેવું છે કે પૅક વિનાની છૂટક સિગારેટનું વેચાણ બંધ થઇ જાય તો વ્યસન છોડવાની પ્રક્રિયા દરમ્યાન વધુ ફાયદો થઇ શકે છે. સર્વેમાં ભાગ લેનારા ૪૧ ટકા લોકોનું કહેવું હતું કે મોટા ભાગે તેમનું સ્મોકિંગ કરવાનું કારણ સ્ટ્રેસ હળવું કરવાનું હોય છે. જો કે ર૮ ટકા લોકો કૂલ અને સ્ટાઇલિશ દેખાવા માટે થઇને સ્મોકિંગ કરતાં હોવાનું કહે છે.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

Attachment

Leave a Comment

Powered By Indic IME