કંગના રનોટ વિરૂદ્ધ છેતરપિંડી અને વિશ્વાસભંગની ફરીયાદ દાખલ

ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ પર બની રહેલી કંગનાની આગામી ફિલ્મ તેના માટે મુશીબત બની રહી છે. ફિલ્મનાં રાઇટરે પહલા તેના પર આરોપ લગાવ્યો હતો કે, કંગનાએ કો-રાઇટરનું ક્રેડીટ લઇને તેમના નામને હાઇજેક કરવાની કોશિશ કરી છે. કંગનાનાં વકીલે આ આરોપોને ખરાબ અને વાહિયાત ગણાવ્યુ છે. હેવ ફિલ્મનિર્માતા કેતન મહેતાએ મુંબઇ પોલીસનાં ઇકોનોમિંગ વિંગમાં પહોંચી ગયા છે અને કંગના વિરૂદ્ધ છેતરપિંડી અને વિશ્વાસભંગની ફરીયાદ નોંધાવી દીધી છે.

તમને જણાવી દઇએ કે, કંગના રનોટ અને કેતન મહેતા વચ્ચે આ ઝઘડો તેમની અપકમિંગ ફિલ્મ ‘મણિકર્ણિકા’ને લઇ ચાલી રહ્યો છે, જે રાણી લક્ષ્મીબાઇનાં જીવન પર બનાવવામાં આવી રહી છે. ફિલ્મનાં ડાયરેક્ટર રાધાકૃષ્ણ જગરલામુડી છે, જેમને અક્ષય કુમાર સ્ટારર ‘ગબ્બર ઇઝ બેક’ પણ બનાવી હતી. કેતન મહેતાએ કંગના પર આરોપ લગાવ્યો છે કે, તે અને તેમની ટીમ લગભગ 1 વર્ષથી આ ફિલ્મ પર ચર્ચા કરી રહ્યા છે.
કંગના વિરૂદ્ધ EOW માં જતા પહેલા કેતન મહેતાએ પોતાના આ પગલાની પુષ્ટિ કરતા એક સમાચાર પત્રને જણાવ્યુ હતું કે,”અમે સ્ક્રિપ્ટનાં ઘણા વર્ઝન અને સ્કેચને કંગના સાથે શેર કર્યા હતાં. જો કે અમને જટકો ત્યારે લાગ્યો જ્યારે અમને જાણવા મળ્યુ કે, તે આ ફિલ્મને કોઇ અન્ય વ્યક્તિ સાથે બનાવી રહી છે અને આ માટે અમે તેમને કાયદાકીય નોટિસ પણ પાઠવી હતી. અમે આ પ્રોઝેક્ટ પર ગત 10 વર્ષથી કામ કરી રહ્યા છીએ અને આ અમારી જિંદગીભરની સખત મહેનત છે. તેમને અમારો પ્રોઝેક્ટ હાઇજેક કરી લીધો છે આ વાતને અમે સહન કરવાના નથી.”

પોતાની ફરીયાદમાં કેતન મહેતાએ લખ્યુ છે કે, કંગનાની આ હરકતથી તેમને 9 કરોડ રૂપિયાનું નુક્શાન થયુ છે. તેમણે એમ પણ જણાવ્યુ છે કે, પ્રોઝેક્ટ છોડતા પહેલા કંગના શૂટિંગ પણ શરૂ કરી ચૂકી હતી. જો કે, કંગનાએ આ આરોપોનું ખંડન કર્યુ છે. અને કહ્યુ છે કે, આ બંન્ને પ્રોઝેક્ટ એક-બીજાથી અલગ છે. આ અંગે કંગનાના વકીલ રિઝવાન સિદ્દીકીનું કહેવુ છે કે, મારી ક્લાઇન્ટને ખબર છે કે તેમને કોઇ અનૈતિક અને ગેરદાયદેસર કામ નથી કર્યુ. માટે આ પ્રકારની બક્વાસ અને આધાર વીનીના દાવોઓ અને ફરિયાદનું મારા ક્લાઇન્ટને કોઇ ફર્ક નથી પડતો. તથ્ય અને પુરાવાના આદારે સત્ય બધાની સામે આવી જશે.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME