સુરત : 3 કલાકમાં 5 ઈંચ વરસાદ

શનિવારે વહેલી સવાર અગાઉ રાત્રીના 3 વાગ્યાથી મુશળધાર વરસાદ પડ્યો હતો. 3 કલાકમાં પાંચ ઈંચ જેટલો વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. જેથી જનજીવન ભારે પ્રભાવીત થયું હતું. બીજી તરફ ગરનાળાઓમાં પાણી ભરતાં વાહનવ્યવહારને અસર થઈ હતી. તો સામે તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રી મોન્સૂન કામગીરીની પહેલાં જ વરસાદમાં પોલ ખુલી ગઈ હતી.નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયાં હતાં. શહેરમાં મુશળધાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા હતાં.

ચારેય બાજુ જળબંબાકારની સ્થિતી સર્જાઈ હતી.

મોટા વરાછા, કતારગામ, નવસારી બજાર, રાંદેર, મોરા ભાગળ, સહિતના વિસ્તારોમાં 18 જેટલા ઝાડ પડ્યા હતાં. કતારગામમાં એક મકાન પર ઝાડ પડ્યું હોવાની ઘટના સામે આવી હતી. તો ઘાંચી શેરીમાં મીટર પેટીમાં ઇલેકટ્રીક શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. જેથી સમગ્ર રાત દરમિયાન ફાટર બ્રિગેડ દોડતું રહ્યું હતું.

ઝોન વાઈઝ વરસાદ રાત્રીના 12થી સવારના 6 વાગ્યા સુધી

સેન્ટ્રલ 122 એમએમ
વરાછા 40એમએમ
રાંદેર 90એમએમ
કતારગામ 60એમએમ
ઉધના 20એમએમ
લિંબાયત 55 એમએમ
અઠવા 48 એમએમ

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME