PM મોદી આવશે ગુજરાતના પ્રવાસે, ભવ્ય રોડ શોનું આયોજન

વડા પ્રધાન નરેન્દ્ર મોદી જેમ જેમ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ કાર્યકરોનું મનોબળ વધારવા ગુજરાતની મુલાકાત લઇ રહ્યાં છે. આગામી 29 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રના રાજકોટની મુલાકાતે આવશે. પીએમ મોદી રાજકોટ ખાતે આજી ડેમમાં નર્મદા નીરના વધામણાં કરશે. સૂત્રોને મળતા અહેવાલ મુજબ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો નું આયોજન કરવામાં આવ્યું છે.

પીએમ મોદી આજી ડેમથી એરપોર્ટ સુધી રોડ શો યોજશે. આ અગાઉ જ્યારે પીએમ મોદી સુરત આવ્યા હતા ત્યારે પણ ભાજપ દ્વારા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ ફરી પીએમના રોડ શોની પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી હોવાનું સૂત્રો દ્વારા જણવામાં આવ્યું છે.

GUJARATI NEWS,Health News,entertainment gujarati , Gujarat News , Sports news in gujarati,NEWS GUJARAT,GUJARATI,GUJARAT સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે newsgujarati.com ના FACEBOOK અને instagram ને લાઈક કરો

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME