1 જુલાઈથી ITR ફાઈલ કરવા અને નવું PAN કઢાવવા માટે આધાર નંબર થશે ફરજિયાત

આગામી 1 જુલાઇથી આધાર નંબર વિના ITR ફાઈલ કરી શકાશે નહીં. આ ઉપરાંત નવું PAN કાર્ડ કઢાવવા માટે પણ આધાર કાર્ડની જરૂર પડશે. કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, સુપ્રીમ કોર્ટે એવા લોકોને આંશિક રાહત આપી છે, જેમની પાસે હાલમાં આધાર કાર્ડ નથી. જેથી તેમના PAN નંબર કેન્સલ નહીં થાય.

CBDTના જણાવ્યા અનુસાર આગામી 01 જુલાઈ 2017થી ITR ફાઈલ કરવા તેમજ નવું PAN કાર્ડ કઢાવવાની અરજી કરતી વખતે પોતાનો આધાર નંબર અથવા આધાર કાર્ડની અરજી કર્યાનો એનરોલમેન્ટ નંબર ફરજિયાત જણાવવો પડશે.વધુમાં CBDTએ જણાવ્યું કે, જેમને 01 જુલાઈ 2017 સુધીમાં PAN ઈશ્યુ કરવામાં આવ્યા છે અને જેમની પાસે આધાર નંબર છે અથવા જે આધાર બનાવવાને પાત્ર છે, તેમણે PAN નંબરને આધાર કાર્ડ સાથે લીન્ક કરાવવા માટે આધાર નંબરની જાણકારી ઈન્કમ ટેક્સ વિભાગને આપવાની રહેશે.

સુપ્રીમ કોર્ટે એવા લોકોને આંશિક રાહત આપી છે, જેમની પાસે હાલમાં આધાર કાર્ડ નથી. તેમના PAN કાર્ડ કેન્સલ નહીં થાય. પરંતુ જેનું PAN કાર્ડ રદ્દ થશે તો તેવી વ્યક્તિ બેન્કિંગ અને અન્ય નાણાકીય સુવિધાનો લાભ લઈ શકશે નહીં.જોકે સુપ્રીમ કોર્ટે એવા લોકોને ITR ફાઈલ કરવા અથવા PAN કાર્ડ બનાવવામાં કોઈ રાહત નથી આપી જેમની પાસે આધાર નંબર નથી અથવા જેઓ આધાર કાર્ડ કઢાવવા ઈચ્છતા નથી.

GUJARATI NEWS,Health News,entertainment gujarati , Gujarat News , Sports news in gujarati,NEWS GUJARAT,GUJARATI,GUJARAT સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે newsgujarati.com ના FACEBOOK અને instagram ને લાઈક કરો

Attachment

Leave a Comment

Powered By Indic IME