સુરતમાં CID ક્રાઈમના દરોડાઃ કતારગામમાંથી નકલી પેપ્સીની ફેક્ટરી ઝડપાઈ

સીઆઈડી ક્રાઈમ દ્વારા ભરૂચ અને સુરતના કતારગામ વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યાં હતાં. જેમાંથી સીઆઈડીની ટીમને કતારગામ વિસ્તારમાંથી નકલી પેપ્સીની ફેક્ટરીની સાથે સાથે બનાવટ માટે રાખવામાં આવેલા મશીન અને નકલી પેપ્સી બનાવવા માટેની સામગ્રી કબ્જે કરી હતી.

કતારગામ વિસ્તારમાં વિજયનગર ખાતે અસલી પેપ્સીના નામે નકલી બનાવી લોકોના આરોગ્ય સાથે ચેડાં થતા હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી. જેથી બાતમીના આધારે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમની ટીમે ભરૂચ અને સુરતના કતારગામ વિસ્તારમાં રેડ કરી હતી. જેમાંથી સીઆઈડી ક્રાઈમ કતારગામ વિસ્તારમાંથી નકલી પેપ્સી બનાવવાના મશીનો સાથે જ ઉપયોગમાં લેવામાં આવતી સામગ્રી પણ કબ્જે કરી હતી. હાલ સીઆઈડી ક્રાઈમે નકલી ફેક્ટરીમાંથી સામાન કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ ફેક્ટરીમાં ડુકેસ નામની લોકલ બ્રાન્ડમાં અનેક ફ્લેવરના ઠંડા પીણાં ભરાતા હતા. જોકે પોલીસને પેપ્સીનું ડુપ્લિકેટ કેસની જાણકારી મળી હતી આ ફેક્ટરીમાંથી માત્ર પેપ્સીના કેરેટ મળ્યા હતા જોકે પોલીસે આ મામલે કાર્યવાહી શરૂ કરી છે પણ કોનું ડુપ્લિકેશન કરતુ હતું તે મામલે હજુ સુધી કોઈ ફોડ પડતા નથી.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME