ગુજરાત: શાળા પ્રવેશોત્સવમાં અપાયેલ સ્કૂલ બેગને સ્ક્રેચ કરતાં નીકળ્યા અખિલેશના ફોટા

છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ સમિતિના સ્ટીકર વાળા દફતર શાળા પ્રવેશોત્સવમાં ધોરણ-1 ના બાળકોને આપવામાં આવ્યા હતા. દફતરના સ્ટીકર ઉખડી જતા કાળા ધબ્બા નીચે યુ.પી.ના માજી મુખ્યમંત્રી અખિલેશ યાદવનો ફોટો દેખાયો. જેમાં હિન્દીમાં ‘ખૂબ પઢો ખૂબ બઢો’નું સૂત્ર પણ લખેલું છે. તેને લઇને છોટાઉદેપુર ભાજપ-કોંગ્રેસે એકબીજા પર આક્ષેપો કર્યા હતા.

નસવાડી કુમાર શાળામાં શાળા પ્રવેશોત્સવમાં આપવામાં આવેલ દફતરનું હાજર શિક્ષકો સામે લાઈવ ડેમો આપ્યો હતો. જેમા દફતરનું સ્ટીકર ઉખેડીને કેરોસીનનું કપડું મારતા અખિલેશ યાદવનો ફોટો જોવા મળ્યો હતો. ત્યારે ભાજપના યુવા મોરચા મંત્રી દ્વારા છોટાઉદેપુર જિલ્લા પંચાયત કૉંગ્રેસ ની છે, ત્યારે કૉંગ્રેસના સભ્યો અને અધિકારીની મિલીભગતથી આ દફ્તરો યુપીથી છોટાઉદેપુર મંગાવવામાં આવ્યા છે, તેની તપાસ થાય તેવી માંગ કરી છે.
સામા પક્ષે કૉંગ્રેસના નસવાડી તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ દ્વારા ભાજપાના આક્ષેપને નકારી કાઢ્યો છે અને પોતે તપાસ કરી શકે છે તેવું જણાવ્યું હતું. હાલ તો યુ.પી.થી છોટાઉદેપુર દફતરનું કનેક્શન કયાંથી આવ્યું તે તપાસનો વિષય બન્યો છે.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME