ફોર્બ્સની સૌથી વધુ કમાતા 100 સેલેબની યાદીમાં શાહરૂખ, સલમાન, અક્ષય

ભારતીય સુપર સ્ટાર્સ શાહરૂખ ખાન, સલમાન ખાન અને અક્ષય કુમારની ફોર્બ્સની વિશ્વમાં સૌથી વધુ કમાતી સેલિબ્રિટીની યાદીમાં સમાવેશ થયો છે. ફોર્બ્સ દ્વારા બહાર પાડવામાં આવેલી ‘વર્લ્ડ્સ હાઇએસ્ટ પેઇડ સેલિબ્રિટીઝ ઓફ 2017’ યાદીમાં અમેરિકન રેપર અને એન્ટરપ્રેન્યોર સીન કોમ્બ્સે ટોપ કર્યું છે. ડિડિના નામે જાણીતા સીનની કમાણી 130 મિલિયન ડોલર છે.

ફોર્બ્સના જણાવ્યા મુજબ શાહરૂખ ખાન સૌથી વધારે કમાણી કરનારો ભારતીય એક્ટર છે. ફોર્બ્સના લિસ્ટમાં શાહરૂખનો નંબર 65મો છે. શાહરૂખે 38 મિલિયન ડોલર (આશરે 245 કરોડ રૂપિયા)ની કમાણી કરી છે. બોક્સ ઓફિસ પર શાહરૂખની છેલ્લી ફિલ્મ ‘રઇસ’ હતી. તેણે સારો વકરો કર્યો હતો.

સલમાન ખાન આ લિસ્ટમાં 71માં નંબર પર છે. ગત વર્ષે તેની કમાણી 37 મિલિયન ડોલર (આશરે 240 કરોડ રૂપિયા) રહી હતી. સલમાનની છેલ્લી ફિલ્મ ‘સુલ્તાન’એ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી નવા રેકોર્ડ બનાવ્યા હતા.

વર્ષમાં 4 થી 5 ફિલ્મ કરતો અક્ષય ફોર્બ્સના લિસ્ટમાં 80માં ક્રમે છે. તેણે ગત વર્ષે 35.5 મિલિયન ડોલર (આશરે 230 કરોડ રૂપિયા) કમાણી કરી હતી. અક્ષયની બોક્સ ઓફિસ પર છેલ્લી રિલિઝ થયેલી ફિલ્મ જોલી એલએલબી-2 હતી.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

Attachment

Leave a Comment

Powered By Indic IME