8,000 કરોડ રૂ.ના ખર્ચા સાથે રેલવેમાં લાવવામાં આવશે મોટા ક્રાંતિકારી ફેરફાર

ભારતીય રેલવે પ્રવાસીઓની સુવિધા માટે નવા અને અત્યાધુનિક સુવિધા ધરાવતા ૪૦,૦૦૦ ડબા (એલએચબી કોચ) પોતાના કાફલામાં સામેલ કરશે. આ કામ માટે ૮૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થવાની ધારણા છે. એ સાથે જ રેલવેના હાલના કોચમાં સુરક્ષાના ઉપાય વધુ મજબૂત બનાવાશે. કોચમાં મજબૂત કપલર બેસાડાશે જેથી દુર્ઘટના વખતે ડબ્બા પલટી જવાનું જોખમ ઘટે. આ કોચમાં બેઠકની વ્યવસ્થાને વધુ સારી બનાવાશે અને ટોઇલેટ પણ આધુનિક હશે. આ પ્રોજેક્ટ માટે પ્રતિ કોચ ૩૦ લાખ રૂપિયા સુધીનો ખર્ચ આવશે. આગામી પાંચ વર્ષમાં આ કામ પૂરું થશે.

રેલવે મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૩ સુધીમાં ૪૦,૦૦૦ એલએચબી કોચ સામેલ કરાશે. વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન નવા ૧૦૦૦ ડબ્બા જોડવામાં આવશે. પછીના વર્ષે ૩૦૦૦ અને ત્યાર પછી ૫૫૦૦ કોચ રેલવેના કાફલામાં સામેલ કરાશે. વર્ષ ૨૦૧૮-૧૯થી ૨૦૨૨-૨૩ દરમિયાન રેલવે દર વરસે ૧૫,૦૦૦ એલબીએચ કોચ નવેસરથી બનાવશે. તમામ પરંપરાગત ડબ્બાને સેન્ટર બફલર કપલની સુરક્ષા સુવિધાથી લેન્સ કરવાનો પણ રેલવેનો વિચાર છે.

મુસાફરોની સુરક્ષા મજબૂત બનાવવા વહેલી તકે પુરી-અમદાવાદ એક્સપ્રેસના પરંપરાગત કોચના સ્થાને લિંક હાફમેન બુશ (એલએચબી) કોચ જોઇન્ટ કરશે. એલએચબી કોચ એન્ટી ટેલિસ્કોપિક ટેક્નિકથી સજ્જ છે, જે કોઇ દુર્ઘટના વખતે કોચને એકબીજા પર ચઢતા અથવા પાટા પરથી ખડી પડતાં અટકાવે છે.

વધુ યાત્રીઓનું વહન કરવાની ક્ષમતા વિકસિત કરવા માટે એલબીએચ કોચ બનાવાયા છે. તેની સ્પીડ પણ પ્રતિ કલાક ૧૬૦ કિ.મી. છે. હાલમાં રાજધાની એક્સપ્રેસ, પુરુષોત્તમ એક્સપ્રેસ, દુરંતો એક્સપ્રેસ અને શતાબ્દી એક્સપ્રેસ જેવી ટ્રેનોમાં એલએચબી કોચ જોડાયા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ૧૪ જૂનથી ૧૮૪૦૫ પુરી-અમદાવાદ એક્સપ્રેસ અને ૧૬ જૂનથી અમદાવાદ-પુરી એક્સપ્રેસને આ એલએચબી કોચ સાથે દોડાવાનો નિર્ણય લેવાયો છે. એ જ રીતે એલએચબી કોચ ધરાવતી ૧૨૮૮૮ પુરી-હાવડા એક્સપ્રેસ ૧૮મી જૂનથી અને ૧૨૮૮૭ હાવડા-પુરી એક્સપ્રેસ ૧૯ જૂનથી દોડાવાશે. તમામ પરંપરાગત કોચને તબક્કાવાર એલએચબી કોચમાં પરિર્વિતત કરાશે.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME