શ્રીલંકાને હરાવી પાકિસ્તાન સેમી ફાઈનલમાં

પાકિસ્તાને 12 જૂન, સોમવારે કાર્ડિફમાં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી સ્પર્ધામાં ગ્રુપ-B લીગ મેચમાં શ્રીલંકાને 3-વિકેટથી હરાવીને સેમી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. શ્રીલંકાની ટીમ 49.2 ઓવરમાં 236 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના જવાબમાં પાકિસ્તાને 44.5 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 237 રન કરીને મેચ જીતી લીધી હતી. પાકિસ્તાનનો કેપ્ટન વિકેટકીપર સરફરાઝ એહમદ 61 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. એને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો. એની સાથે મોહમ્મદ અમીર 28 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. બંને વચ્ચે 75 રનની અતૂટ ભાગીદારી થઈ હતી. પાકિસ્તાન હવે 14 જૂને સેમી ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે રમશે.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME