વડોદરામાં ડોક્ટરે મહિલાને મસાને બદલે કોથળીનું ઓપરેશન કરતાં હોબાળો મચ્યો

પાદરાના કર્ણાકુવા ગામે રહેતા વિલાસબેન ધર્મેન્દ્રસિંહ સિંધાને હરસ-મસાની સારવાર માટે ગઇકાલે રાતે એસટી ડેપો પાછળ આવેલી શ્રીજી હોસ્પ્ટિલમાં સારવાર અર્થે દાખલ થયાં હતાં. આજે શ્રીજી હોસ્પિટલના ડો.નરેન્દ્ર શાહે (રહે.પાદરા) વિલાસબેન સિંધાનું ઓપરેશન કર્યુ હતું. ડોક્ટરે હરસ-મસાની જગ્યાએ કોથળીનું ઓપરેશન કર્યુ હોવાના આક્ષેપો મહિલાના પરિવારજનોએ કર્યા હતાં. એક તબક્કે પરિસ્થિતિ વણસતા શ્રીજી હોસ્પિટલ ખાતે ભારે હોબાળો થયો હતો. પાદરામાં ૧૫ દિવસમાં ડોક્ટરનો બીજો વિવાદ થતાં લોકોના ટોળા પણ હોસ્પિટલ ખાતે ઊમટી પડયાં હતાં. બનાવને પગલે પાદરા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી. પોલીસે ફરિયાદ ન લેતાં લોકોના ટોળા પોલીસ સ્ટેશન ધસી ગયાં હતાં, જેના પગલે ડીવાયએસપી સહિતના અધિકારી ત્યાં દોડી ગયાં હતાં. સૂત્રોએ જણાવ્યું હતું કે, મહિલાના ઓપરેશનના વિવાદમાં સપડાયેલા ડો.નરેન્દ્ર શાહ પાદરા પોલીસ સ્ટેશનના ચોપડે ફરાર છે. જો પાદરા પોલીસે સમયસર ડોક્ટર વિરૃદ્ધ કાર્યવાહી કરી હોત તો કદાચ આજે મહિલાના ઓપરેશનનો વિવાદ ઊભો થયો ન હોત તેવી પણ ચર્ચાઓ થઇ રહી છે.

પાદરાની વાસ્તલય હોસ્પિટલમાં થોડા દિવસ અગાઉ નિષ્ણાંત ડોક્ટર વગર નર્સ ભાવનાબેન એક ગર્ભવતી મહિલાની પ્રસૃતિ કરાવી હતી. ડો.નરેન્દ્ર શાહ અને ડો.ભૌમીક શાહને પણ ત્યાં સારવાર માટે બોલાવ્યાં હતાં. દરમિયાન ગર્ભવતી મહિલાનું મોત થયું છે, જેમાં ઉપરોક્ત બંને ડોક્ટર્સ સહિત ચાર વિરૃદ્ધ ગુનો નોંધાયો હતો.મહિલાની મોત થઇ હોવાના ગંભીર ગુનામાં પણ સંડોવાયેલા ડોક્ટર્સને પાદરા પોલીસ સમયસર પકડી શકતી નથી. પાદરામાં ખુલ્લેઆમ ડોક્ટરો તેમના હોસ્પિટલમાં અવર-જવર કરતાં હોવાછતાં પોલીસ આંખ આડા કાન કરે છે. પાદરા પોલીસ ડોક્સર્ટ પર મહેરબાન હોવાની ચર્ચાઓ પાદરામાં ટોક ઓફ ધી ટાઉન છે.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME