અ’વાદઃ રોજામાં પોલીસે રીક્ષાચાલકને મારતા ચક્કાજામ અને પથ્થરમારો

સરખેજમાં પોલીસે રોજા દરમિયાન જ રીક્ષા ચાલકને માર મારતા મામલો બિચક્યો હતો. રોષે ભરાયેલા રીક્ષા ચાલકોએ સરખેજા ચોકડી પર ચક્કાજામ કરી દેતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. રોષે ભરાયેલા લોકોએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો, જેમાં અનેક વાહનોનો કાચ તૂટ્યા હતા. જેને પગલે પોલીસે લાઠીચાર્જ કરીને રસ્તા ખોલાવવાની ફરજ પડી હતી.

સરખેજ ચોકડી પાસે ટ્રાફિકની સમસ્યાને ટ્રાફિક જવાને રીક્ષા ચાલકને હટાવાનું કીધું હતું. જે મુદ્દે બંને વચ્ચે બોલાચાલી થતા ટ્રાફિક જવાને રીક્ષા ચાલકને મારમાર્યો હતો. રીક્ષા ચાલકે રાજો રાખ્યા હતા અને આ દરમિયાન જ પોલીસે તેની પર હાથ ઉપાડવાની વાત વહેતી થતાં મોટી સંખ્યામાં રીક્ષા ચાલકો અને મુસ્લિમ બિરાદરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. લોકોએ પોલીસની માફીની માંગ સાથે ચક્કાજામ કરી દેતા વાહનોની લાઈનો લાગી ગઈ હતી. ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.રોષે ભરાયેલા લોકોને સમજાવા પોલીસે પ્રયાસો કર્યા હતા પરંતુ લોકો માન્યા નહીં અને પોલીસ કાફલા પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. મામલો વધુ બિચકતા પોલીસે લાઠીચાર્જ કરીને લોકોને ભગાડ્યા હતા અને રસ્તા ફરી ચાલુ કરાવ્યો હતો. પથ્થરમારાને પગલે કેટલીક, બસ, ટ્રક, કાર અને રીક્ષાના કાચ તૂટી ગયા હતા.

GUJARATI NEWS,Health News,entertainment gujarati , Gujarat News , Sports news in gujarati,NEWS GUJARAT,GUJARATI,GUJARAT સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે newsgujarati.com ના FACEBOOK અને instagram ને લાઈક કરો

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME