જીએસટી પહેલી જૂલાઇથી અમલમાં નહીં આવે તેવી અફવા માનશો નહીંઃ ભારત સરકાર

કેન્દ્ર સરકારે એ અફવાઓને નકારી કાઢી છે કે પહેલી જુલાઈથી કદાચ જીએટી લાગુ નહીં થાય. તે થશે જ અને તેની તમામ તૈયારીઓ જોરશોરથી થઇ રહી છે એમ ભારપૂર્વક કેન્દ્ર સરકાર તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે. કેટલાક વર્ગ અને બંગાળના નાણાંપ્રધાને જીએસટીને થોડા દિવસો માટે ટાળવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ સંદર્ભે નાણાં મંત્રાલયે નિવેદન બહાર પાડી જણાવ્યું કે ભારત સરકાર સ્પષ્ટ કરે છે કે જીએસટી પહેલી જુલાઇથી લાગુ કરાશે. રાજ્ય સરકારો સાથે મળી સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ ન્ડ કસ્ટમ્સ દરેક વેપારી સુધી પહોંચવાની પોતાની કોશિશ તેજ કરી દીધી છે. સવારે નાણાંસચીવ અઢીયાએ પણ ટ્વીટ કરીને જીએસટી અમલ ટાળવાની વાતને રદીયો આપી દીધો હતો. આ રવિવારે યોજાયેલી જીએસટી કાઉન્સિલની બેઠક બાદ નાણાંપ્રધાન અરુણ જેટલીએ કહ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે મોટાભાગના મામલાઓ પર વાતચીત થઇ ગઇ છે. જે લોકો આટોલ સમય અપાયા છતાં પોતે જીએસટી માટે તૈયાર નથી એમ કહે છે તેમના માટે કોઇ વિકલ્પ નથી અને તેમણે તૈયારી કરવી પડશે.

GUJARATI NEWS,Health News,entertainment gujarati , Gujarat News , Sports news in gujarati,NEWS GUJARAT,GUJARATI,GUJARAT સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે newsgujarati.com ના FACEBOOK અને instagram ને લાઈક કરો

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME