ખેડૂતોને મોદી સરકારની ભેટઃ સસ્તાં વ્યાજે મળશે લોન

કેન્દ્ર સરકારે ખેડૂતોને સસ્તા વ્યાજ દરે લોન આપવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ખેડૂતો માટે વ્યાજ પરત યોજનાને પણ મંજૂરી આપી દીધી છે.આ યોજના અનુસાર સરકારે ખેડૂતોએ ચૂકવેલ વ્યાજનો 5 ટકા હિસ્સો પરત કરી દેશે. કેબિનેટે પસાર કરેલ દરખાસ્ત મુજબ આ સુવિધા એક વર્ષ સુધી લેનારા પાકની લોન પર હશે. અને તેના માટે લોનની વધુમાં વધુ રકમની મર્યાદા 3 લાખ નક્કી કરાઈ છે. આ નવી યોજના અનુસાર સરકારે અંદાજે 19,000 કરોડ ખર્ચ કરશે અને તેમાં ખેડૂતોને 9 ટકા વ્યાજ પર મળનાર લોન હવે 4 ટકા વ્યાજે મળશે. અત્રે નોંધનીય છે કે કેટલાય દિવસોથી દેશના કેટલાય રાજ્યોમાં ખેડૂતોએ બેંક લોન માફીની માગ કરી છે, તે દરમિયાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ખેડૂતોના આંદોલન પણ થયાં છે. મધ્યપ્રદેશમાં આંદોલન ઉગ્ર થતાં પોલીસને ફાયરિંગ પણ કરવું પડ્યું હતું. જેમાં 6 ખેડૂતોના મોત થયાં હતાં. આ કારણે રાજ્યના 9 જિલ્લામાં કેટલાય દિવસો સુધી હિંસા ચાલુ રહી હતી.

GUJARATI NEWS,Health News,entertainment gujarati , Gujarat News , Sports news in gujarati,NEWS GUJARAT,GUJARATI,GUJARAT સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે newsgujarati.com ના FACEBOOK અને instagram ને લાઈક કરો

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME