ભાગતા પહેલાં સાધ્વીએ બોડી મસાજ, ફિલ્મ અને મોલમાં શોપિંગ પણ કરી

બનાસકાંઠાના વડગામ ખાતેના મુકતેશ્વર મઠના વિવાદાસ્પદ સાધ્વી જયશ્રીગીરીએ ફરાર થતા પહેલાં બાહુબલી-2 મુવી જોઈ, મસાજ કરાવી અને શોપિંગ કરીને ટાઈમપાસ કર્યો હતો. માત્ર હોસ્પિટલમાં રહેવાની પરમિશન મળી હોવા છતાં જયશ્રીગીરી પોલીસ જાપ્તમાં રહેલી મહિલાને શોપીંગ અને મસાજ કરાવી આપવાની લાલચ આપી હિમાલયા મોલ લઈ ગઈ હતી.

આ કેસમાં પોલીસે ચાર પોલીસકર્મી બેલાબેન, હર્ષાબેન, સુરેશભાઈ અને જયંતિભાઈ (ફરિયાદી અને આરોપી) સાથે જયશ્રીબેનના વકીલ દર્શનાબેન પંડ્યા અને દક્ષ પરમારની ધરપકડ કરી છે. બેલાબેન સાધ્વી જોડે હતા તો વર્ષા બહેન ગાંધીનગર એડવોકેટ દર્શનાબેનના ઘરે હતા. તમામની ધરપકડ બાદ હવે તેમની ઉલટ તપાસમાં જયશ્રીગીરીના ભાગવાની તમામ કડીઓ પોલીસ શોધી રહી છે. ઉલ્લેખનિય છે કે, જયશ્રીગીરીના જામીન ગઈકાલે જ પત્યા હતા. ઘટનાને પગલે પોલીસ હેડ ક્વાર્ટરના JCP આર. જે. સવાણીએ ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. સાધ્વી ફોન પર ઘણા લોકોના સંપર્કમાં હતા અને તેમનું છેલ્લુ લોકેશન હિમાલયા મોલ બતાવે છે.

જયશ્રીગીરીના વકીલે હાઈકોર્ટમાં રજૂઆત કરી છે કે, તે હાલ પોલીસ કસ્ટડીમાં જ છે.’ તો આ મુદ્દે ડીસીપી ક્રાઈમ દીપેન ભદ્રનને પૂછતાં તેમણે કહ્યું હતું કે, સાધ્વી પોલીસ કસ્ટડીમાં નથી, હજુ તેમની શોધખોળ ચાલી રહી છે.’

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME