ભારતે બાંગ્લાદેશને 9 વિકેટે હરાવ્યું, ફાઇનલમાં પાકિસ્તાન સામે ટકરાશે

ચેમ્પિયન્સ ટ્રોફીની બીજી સેમિ ફાઇનલમાં ભારતે બાંગ્લાદેશને 9 વિકેટે હરાવી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. રવિવારે ફાઇનલમાં ભારત પાકિસ્તાન સામે ટકરાશે. બાંગ્લાદેશના 265 રનના જવાબમાં ભારતે 1 વિકેટ ગુમાવી મેચને 40.1 ઓવરમાં જીતી લીધી હતી. ભારત તરફથી રોહિત શર્માએ આક્રમક અણનમ 123 રન જ્યારે વિરાટ કોહલીએ 96* રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 88 રન બનાવતાની સાથે જ વન ડેમાં સૌથી ઝડપી 8000 રન પૂર્ણ કર્યા હતા. વિરાટે બાઉન્ડ્રી ફટકારી ભારતને વિજયી બનાવ્યું હતું.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME