બાપુ કોંગ્રેસમાં રહેશે કે જશે?

કોંગ્રેસની દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાના સંદર્ભમાં હાલમાં અટકળોનો દોર ચાલી રહ્યો છે. શંકરસિંહે પ્રદેશ પ્રમુખને બદલવા હાઇકમાન્ડને ૧૫ જૂનનું અલ્ટિમેટમ આપ્યું છે. તેવી ચર્ચાએ રાજકીય વર્તુળોમાં ભારે ઉત્સુકતા જગાડી હતી, જોકે આ ચર્ચાને ખુદ શંકરસિંહે અફવા ગણાવતા તેના પર પડદો પડી ગયો છે. આ દરમિયાન આજે તેમના ગાંધીનગર સ્થિત નિવાસ સ્થાન વસંત વગડે સમર્થકો એકઠા થવાના છે તેવી નવી અટકળો ઊઠતાં આને પણ શંકરસિંહ વાઘેલાનાં અંતરંગ વર્તુળોએ માત્ર અફવા ગણાવી રદિયો આપ્યો છે.કોંગ્રેસના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસથી નારાજ હોવાની ચર્ચા ચગડોળે ચઢી છે, જેના કારણે પ્રદેશ પ્રભારી અશોક ગહેલોતને પણ પોતાની તાજેતરની ગુજરાત મુલાકાત દરમિયાન શંકરસિંહ કોંગ્રેસથી નારાજ નથી તેવી સ્પષ્ટતા કરવી પડી છે.

દરમિયાન શંકરસિંહ વાઘેલાએ પોતાના ગાંધીનગર સ્થિત નિવાસ સ્થાન ‘વસંત વગડે’ આજે સમર્થકોની મહત્ત્વપૂર્ણ બેઠક બોલાવી હોઇ આ બેઠકમાં તેઓ ભાવિ રણનીતિ ઘડશે તેવી ચર્ચાએ પણ વેગ પકડ્યો હતો. જોકે શંકરસિંહ વાઘેલાનાં અંતરંગ વર્તુળઓએ આ ચર્ચાને રદિયો આપ્યો છે. શંકરસિંહના પી.એ. નિખિલ દેસાઇ કહે છે કે ‘આજે આવી કોઇ બેઠક મળવાની નથી. આ ફક્ત અફવા છે.આ દરમિયાન પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત આગામી તા. ૨૩-૨૪ જૂને ફરીથી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત વખતે અશોક ગહેલોત પુનઃ શંકરસિંહ વાઘેલા સાથે બેઠક કરીને તેમને મનાવવાનો પ્રયાસ કરશે તેમ કોંગ્રેસનાં ટોચનાં સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME