પાકિસ્તાન મેચ ફિક્સિંગ કરીને પહોંચ્યું ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં?

18 જુનના દિવસે રવિવારે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ છે. આ ફાઇનલ મેચ પહેલાં એક ટીવી ઇન્ટરવ્યૂમાં પાકિસ્તાન ટીમના પૂર્વ કેપ્ટન આમિર સોહેલે પાકિસ્તાની ટીમ પર આડકતરી રીતે મેચ ફિક્સિંગ કરવાનો આરોપ મૂક્યો છે. એક પાકિસ્તાની ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં સોહેલે કહ્યું કે, સરફરાઝ ખાનને વધારે ખુશ થવાની જરૂર નથી, આપણે બધા જાણીએ છીએ કે કેવી રીતે તેને ફાઈનલમાં પહોંચાડવામાં આવ્યા છે. જો કે સોહેલે આ નિવેદન પછી યૂ ટર્ન લઇ લીધો હતો. હવે સોહેલ કહી રહ્યાં છે કે તેમનો આ વીડિયો કોઇ અન્ય સંદર્ભમાં હતો અને તે પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનાર સેમિ ફાઇનલ મેચ પહેલાનો છે.


આમિર સોહેરે જણાવ્યું કે, સરફરાઝે એ જણાવવાની જરૂર છે કે ભાઈ તમે કોઈ કમાલ નથી કરી. આ તમને કોઈએ મેચ જીતાડ્યો છે. તમે આટલા બધા ખુશ ન થશે, અમને બધી જ ખબર છે કે શું થાય છે અને શું નથી થતું. હવે એ ન પૂછતા કે કોણે મેચ જીતાડ્યો છે, હું બસ એટલું જ કહીશ કે દુઆ અને અલ્લાહે તેમને જીતાડ્યા છે. જે લોકો તેની પાછળ છે તેનું નામ હું નહીં લઉ, ઠીક છે. તમે કોઈ કમાલ નથી કરી, તમને અહીં કોઈ કારણસર લાવવામાં આવ્યા છે.પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઇંગ્લેન્ડને એકતરફી મેચમાં હરાવીને ફાઈલનમાં સ્થાન મેળવ્યું છે. આ પહેલા ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાન ડકવર્ડ એન્ડ લુઇસ અંતર્ગત સાઉથ આફ્રીકા સામે જીતી હતી અને બાદમાં શ્રીલંકાની ખરાબ ફીલ્ડિંગે તેમને જીતાડ્યા અને નોકઆઉટ સ્ટેજ સુધી પહોંચી હતી.

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME