રાષ્ટ્રપતિની ચૂંટણીઃ રાજનાથ-નાયડૂ સોનિયાને મળ્યા, નામ વિશે ચર્ચા નહીં

આગમી મહિને થનારી રાષ્ટ્રપતિની ચૂંટણી વિશે દરેક પાર્ટીના મત અલગ અલગ છે. કોઈ પણ પાર્ટી વચ્ચે સામાન્ય સહમતી થઈ શકી નથી ત્યારે આજે બીજેપી દ્વારા બનાવવામાં આવેલી કમિટીના સભ્ય વેંકૈયા નાયડૂ અને રાજનાથ સિંહ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં બીજેપી તરફથી કોઈ નામની ચર્ચા કરવામાં આવી નહતી, પરંતુ સામેથી કોંગ્રેસને રાષ્ટ્રપતિની પસંદગી માટે નામ પૂછવામાં આવ્યું હતું.રાષ્ટ્રપતિની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ સોનિયા ગાંધી ગુરુવારે અગ્રણી કોંગ્રેસ નેતાઓને પણ મળ્યા હતા. સોનિયાને મળનારા નેતાઓમાં મલ્લિકાર્જુન ખડગે, ગુલામ નબી આઝાદ, અહમદ પટેલ સામેલ હતા.

આ 6 લોકોએ કર્યું નોમિનેશન

કે પદ્મરાજન –તામિલનાડુ
આનંદ સિંહ કુશ્વાહ – મધ્યપ્રદેશ
એ. બાલારાજ – તેલંગાણા
સાયરા બાનો મોહમ્મદ પટેલ – મુંબઇ
મોહમ્મદ પટેલ અબ્દુલ હમીદ –મુંબઇ
કોંડેકર વિજયપ્રકાશ – પુણે

કેટલા વોટર લેશે ભાગ

-4896 વોટર રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાગ લેશે. તેમાં 4120 MLAs અને 776 MPs સામેલ છે.
– 20 AAPના ધારાસભ્યો સામે હાઉસ ઓફ પ્રોફિટના મામલે કેસ ચાલી રહ્યો છે. પરંતુ ઈલેક્શન કમિશનનું કહેવું છે કે આજની વાત કરવામાં આવે તો તેઓ વોટ નાંખી શકશે.
– 12 નોમિનેટેડ રાજ્યસભા મેમ્બર્સ પણ વોટ નહીં આપી શકે. આ ઉપરાંત લોકસભામાં એંગ્લો-ઈન્ડિયન કમ્યુનિટીના નોમિનેટેડ મેમ્બર્સ પણ વોટ નહીં નાંખી શકે.
– 10 રાજ્યસભાની ખાલી સીટો માટે ચૂંટણીની જાહેરાત રાષ્ટ્રપતિ ચૂંટણી બાદ જ કરી શકાશે.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME