1993 મુંબઈ બ્લાસ્ટ કેસઃ અબુ સાલેમ, મુસ્તફા ડોસા સહિત 5 દોષિત

વિદેશમાંથી પ્રત્યાર્પણ કરાયેલા ગેંગસ્ટર અબુ સાલેમ, મુસ્તફા ડોસા સહિત પાંચ આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. 1993ના મુંબઈના શ્રેણીબદ્ધ બોમ્બધડાકાના કેસના બીજા ભાગનો ચુકાદો વિશેષ ટાડા કોર્ટે સંભળાવ્યો હતો. જેમાં અબુ સાલેમ, મુસ્તફા ડોસા દોષિત જાહેર થયા છે. મુસ્તફા પર હત્યા અને ષડયંત્ર રચવાના આરોપ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ફિરોઝ અબ્દુલ રસીદ, તાહિર મર્ચન્ટ, કરીમુલ્લા ખાન પણ દોષિત જાહેર કરવામાં આવ્યા છે. વર્ષ 1993માં મુંબઈમાં થયેલાં વિસ્ફોટમાં 257 લોકોનાં મોત થયાં હતાં, જયારે 713 લોકો ઘાયલ થયા હતા. આ વિસ્ફોટને કારણે 27 કરોડની મિલકતને નુકસાન થયું હતું.

અબુ સાલેમ સહિતના આરોપીઓની સંડોવણી

અબુ સાલેમઃ વિસ્ફોટ માટે હથિયાર લાવવાની અને તેને યોગ્ય ઠેકાણે પહોંચાડવાનો આરોપ.
મુસ્તફા ડોસાઃ વર્ષ 2004માં પકડાયો હતો. મુંબઈમાં હથિયાર પહોંચાડવાનો આરોપ. આ ઉપરાંત ડોસા વિરૂદ્ધ લોકોને ટ્રેનિંગ માટે પાકિસ્તાન મોકલવાનો તેમજ ષડયંત્ર રચવાનો પણ આરોપ છે.
તાહિર મર્ચન્ટઃ કેટલાંક લોકોને પાકિસ્તાન મોકલવાની વ્યવસ્થા કરવાનો આરોપ છે.
અબ્દુલ ક્યૂમઃ સંજય દત્તની પાસે હથિયાર પહોંચાડવાનો આરોપી બનાવવામાં આવ્યો.
રિયાઝ સિદ્દીકીઃ વિસ્ફોટક લાવવા માટે અબુ સાલેમને પોતાની કાર આપવાનો આરોપ છે.
ફિરોઝ ખાનઃ દુબઈમાં થયેલી મીટિંગમાં સામેલ થવાનો, હથિયાર અને વિસ્ફોટક સામગ્રી લાવવાની મદદ કરવાનો આરોપ છે.
કરીમઉલ્લા શેખઃ પોતાના મિત્રને પાકિસ્તાનમાં આતંકી ટ્રેનિંગ અપાવવાનો, હથિયાર અને વિસ્ફોટક લાવવામાં મદદ કરવાનો આરોપ છે.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME