આલુ તડકા (Aloo Tadka)

👉 સામગ્રી

↪ 4-5 બટાટા
↪ 2 મોટા ટમેટા
↪ અડધું ઈંચ આદુનો ટુકડો
↪ 1 લીલા મરચાં
↪ 1 નાની ચમચી હળદર
↪ સ્વાદપ્રમાણે મીઠું
↪ અડધી નાની ચમચી ગરમ મસાલા
↪ એક મોટી ચમચી ઘી
↪ અડધી ચમચી હીંહ
↪ 1 ચમચી જીરું
↪ અડધી નાની ચમચી ધાણા પાવડર
↪ અડધી નાની ચમચી લાલ મરચા પાવડર
↪ 1 મોટી ચમચી કોથમીર

👉 વિધિ

↪ સૌપ્રથમ એક વાસણમાં જરૂરત મુજબ પાણી નાખી બટાટા બાફી લો.
↪ બાફ્યા બટાટાને છીલીને નાના ટુકડામાં કાપી લો .
↪ હવે ટમેટા લીલા મરચા અને આદુંને મિકસરમાં વાટી પેસ્ટ બનાવી લો.
↪ એક કડાહીમાં તેલ નાખી ગર્મ કરો. જ્યારે તેલ ગર્મ થઈ જાય તો તેમાં હળદર અને વાટેલું ટમેટા નાખી ધીમા તાપ પર મૂકો.
↪ જ્યારે ગ્રેવી તેલ મૂકવા લાગે તો તેમાં બટાટા નાખી થોડી વાર હલાવતા રાંધો અને પછી એક ગિલાસ પાણી નાખી દો.
↪ ત્યારબાદ તેમાં મીઠું,ધાણા પાઉડર અને ગરમ મસાલા નાખી ઉકાળ આવવા દો. એક ઉકાળ પછી 3-4 મિનિટ ધીમા પર રાંધી તાપ બંદ કરી નાખો.
↪ હવે તડકા પેનમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થયા પછી તેમાં જીરું, હીંગ અને લાલ મરચાં પાઉડર નાખી શેકો અને પછી તે શાકમાં નાખી દો.
↪ કોથમીરથી ગાર્નિશ કરી પરાંઠા કે પૂરી સાથે સર્વ કરો

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

Attachment

Leave a Comment

Powered By Indic IME