ભારતમાં નોટબંધી સૌથી વધુ નુકસાનકારક પ્રયોગ: US રિપોર્ટ

અમેરિકાના એક ટોચના મેગેઝિને એવો દાવો કર્યો છે કે ભારતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો નોટબંધીનો નિર્ણય તાજેતરના આર્થિક ઈતિહાસમાં દેશને સૌથી નુકસાન પહોંચાડનારો એક્સપેરિમેન્ટ સાબિત થયો. નોટબંધીને લઈને ભારતની કેશ આધારિત ઈકોનોમીમાં એક પ્રકારની સ્થિરતા આવી ગઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ ૮ નવેમ્બરે રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની જૂની નોટો કાનૂની ચલણમાંથી નાબૂદ કરવાનો નિર્ણય લીધો હતો. સમાચાર સંસ્થાના જણાવ્યા પ્રમાણે ‘ફોરેન અફેર્સ’ નામના મેગેઝિનના અદ્યતન ઈશ્યૂમાં લેખક જેમ્સ ક્રેબટ્રીએ જણાવ્યું છે કે ડિમોનેટાઈઝેશમે પુરવાર કરી દીધું છે કે તે સૌથી વધુ નુકસાનકારક પ્રયોગ હતો. હવે મોદી એડમિનિસ્ટ્રેશને પોતાની ભૂલો પરથી પાઠ ભણવો જોઈએ. જેમ્સ ક્રેબટ્રી સિંગાપુરની લી કુઆન યુ સ્કૂલ ઓફ પબ્લિક પોલિસીમાં સિનિયર રિસર્ચ ફેલો છે. તેઓ ભારતમાં નોટબંધીની કડક ટીકા કરતા રહ્યા છે. તેઓ લખે છે કે મોદીની આર્થિક સિદ્ધિઓ યોગ્ય છે, પરંતુ તેમના વિકાસ લાવનારા સુધારાએ લોકોને એક રીતે નિરાશ કર્યા છે.

વાસ્તવમાં શક્ય એ છે કે શોર્ટ ટર્મ ગ્રોથની દૃષ્ટિએ નોટબંધીનો નિર્ણય અયોગ્ય રહ્યો. ગત સપ્તાહે ભારતે ૨૦૧૭ના પ્રથમ ક્વાર્ટરના જીડીપીના આંકડા જારી કર્યા છે, જેના પર નોટબંધીની સૌથી વધુ અસર જોવા મળી છે. નોટબંધીનો સૌથી વધુ માર ગરીબ લોકો પર પડ્યો છે અને ભારતની કેશ આધારિત આર્થિક પ્રવૃત્તિઓમાં વાણિજ્ય પ્રવૃત્તિઓ ઠપ થઈ ગઈ હતી

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME