ભારતમાં હુમલા કરવા મહિલા ફિદાયીનનો ઉપયોગ કરી શકે છે પાકિસ્તાન

સુરક્ષા એજન્સીએ જાહેર કરેલા એલર્ટ મુજબ ભારતમાં આતંક ફેલાવવા અને હુમલાઓને અંજામ આપવા પાકિસ્તાન દ્વારા હવે મહિલા ફિદાયીનનો ઉપયોગ કરવામાં આવી શકે છે. વધુમાં સુરક્ષા એજન્સીઓએ દાવો કર્યો છે કે, પાકિસ્તાનનો એક ફિદાયીન મહિલા સમૂહ ભારતમાં ઘુસ્યો છે. જે દેશમાં મોટા આતંકી હુમલાને અંજામ આપવા તૈયારી કરી રહ્યો છે. સુરક્ષા એજન્સીઓએ ચેતવણી ઉચ્ચારી છે કે, આ હુમલાઓ સુસાઈડ બોમ્બરના રુપમાં કરવામાં આવી શકે છે.

સુરક્ષા એજન્સીઓએ જણાવ્યું કે, આ ફિદાયીન હુમલાખોર પાકિસ્તાન સ્થિત જમાત-ઉદ-દાવા આતંકી સંગઠન સાથે જોડાયેલા હોઈ શકે છે. જે આ પહેલા જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હતા. સુરક્ષા એજન્સીને મળેલી બાતમીને આધારે ભારતમાં ઘુસેલા આતંકી સમૂહમાં 7થી 8 મહિલાઓ હોઈ શકે છે. આ ફિદાયીન મહિલાઓએ ગત એક મહિના દરમિયાન ભારતમાં ઘૂસણખોરી કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આતંકી હાફિઝ સઈદનો દીકરો તલહા સઈદ આ ઓપરેશનનો કમાંડર છે. આ મહિલા ફિદાયીનનો સમૂહ ભારતમાં તેલ રિફાઈનરી, પરમાણુ મથક, મેટ્રો ટ્રેન, દેશના ધાર્મિક સ્થળો અને એમ્બસીને ટાર્ગેટ કરી શકે છે. આ ઉપરાંત આર્મી અને પારામિલિટરીના હથિયાર રાખવાના બેસ કેમ્પને ટાર્ગેટ કરી હથિયારોની લૂંટ પણ ચલાવી શકે છે.

આ મહિલા આતંકીઓનું કનેક્શન જૈશ-એ-મોહમ્મદ અને જમાદ-ઉદ-દાવા સાથે જોડાયેલું હોવાનું બહાર આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે. જૈશ-એ-મોહમ્મદ હવે તહરીક-એ-આઝાદી જમ્મુ અને કશ્મીરના નામથી પોતાની આતંકી પ્રવૃત્તિ ચલાવી રહ્યું છે. આ બંને સંગઠન ફક્ત મહિલાઓની જ નિયુક્તિ કરે છે. સામાન્ય સંજોગામાં આ નેટવર્ક સુસાઈડ બોમ્બર્સનો ઉપયોગ નથી કરતું. પરંતુ સોશિયલ નેટવર્ક પર એટેક કરે છે અને અધિકારીઓને હની ટ્રેપમાં ફસાવી તેમની પાસેથી ખાનગી માહિતી કઢાવે છે.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME