કોચી મેટ્રોનું મોદીના હાથે ઉદ્ઘાટન

નરેન્દ્ર મોદીએ આજે કોચીમાં કેરળની પહેલી મેટ્રો ટ્રેનનું ઉદ્ધાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે વેંકૈયા નાયડુ અને મેટ્રોમેન ઈ. શ્રીધરન સાથે મેટ્રો ટ્રેનમાં પલારિવટ્ટમ સ્ટેશનથી પથાદિપલ્લમ વચ્ચે મુસાફરી પણ કરી હતી. જાહેર જનતા માટેઆ સુવિધા ઓગસ્ટથી શરૂ કરી દેવામાં આવશે.

25 કિ.મીના પહેલા ફેસમાં ટ્રેન પલરવિટ્ટમ અને અલુવા વચ્ચે 13.2 કિ.મીના રુટ પર ચાલશે. બાકી સેકશન્સ પર અત્યારે કામ ચાલી રહ્યું છે.કોચી મેટ્રોમા દરેક સ્ટેશન પર રુફ ટોપ સોલર પેનલ લગાવવામાં આવી રહી છે.ઉદ્ધાટન પ્રસંગે કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડૂ, ગવર્નર પી. સતશિવમ, સીએમ પી. વિજયન, વિપક્ષના નેતા રમેશ ચેન્નિથલા, અર્નાકુલમના સાંસદ કેવી થોમસ અને મેટ્રોમેન ઈ. શ્રીધરન હાજર રહ્યા હતા.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME