NDAએ રામનાથ કોવિંદને બનાવ્યા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર

રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને સોમવારે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી જે લગભગ 45 મીનિટ સુધી ચાલી હતી. આ બેઠક બાદ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે એનડીએના રાષ્ટ્રપતિના ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. એનડીએ દ્વારા રામનાથ કોવિંદના નામની જાહેરાત કરવામાં આવી છે. રામનાથ કોવિંદ કાનપુરના રહેવાસી છે. અને તેઓ હાલ બિહારના રાજ્યપાલ છે. આ પ્રસંગે અમિત શાહે કહ્યું કે, “ અમે દેશના તમામ રાજકીય પક્ષો સાથે ચર્ચા કરી હતી. એનડીએના તમામ સાથીઓને આ અંગે જાણ કરવામાં આવી છે. પીએમએ સોનિયા ગાંધી અને મનમોહનસિંહ સહિત અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે પણ વાતચીત કરી છે.


કોણ છે રામનાથ કોવિંદ?

– રામનાથ કોવિંદનો જન્મ 1 ઓક્ટોબર, 1945નાં રોજ કાનપુરના ડેરાપુરમાં થયો છે.
– હાલ તેઓ બિહારના ગર્વનર છે.
– વ્યવસાયે વકીલ કોવિંદ બે વખત રાજ્યસભા માટે પસંદ કરવામાં આવ્યા હતા.
– રામનાથ કોવિંદ 1998થી 2002ની વચ્ચે બીજેપી દલિત મોર્ચાના પ્રેસિડન્ટ અને ઓલ ઈન્ડિયા કોળી સમાજના પ્રેસિડન્ટ પણ રહ્યાં છે.
– ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે પણ તેઓ કામ કરી ચુક્યા છે.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME