પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતા…

લંડનના ઓવલ મેદાન પર 18 જૂન, રવિવારે રમાયેલી ફાઈનલ મેચમાં ભારતને 180 રનથી હરાવીને પાકિસ્તાન નવું આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ચેમ્પિયન બન્યું છે. પાકિસ્તાને તેના ઓપનર ફખર ઝમાનના 114 રનના જોરે ભારત સામે પોતાના હિસ્સાની 50 ઓવરમાં 4 વિકેટના ભોગે 338 રનનો વિરાટ સ્કોર ખડો કર્યા બાદ ભારતીય ટીમને 30.3 ઓવરમાં માત્ર 158 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. ફખર ઝમાને તેને મળેલા એક જીવતદાનનો લાભ લઈને ભારત સામે જોરદાર સદી ફટકારી હતી. કારકિર્દીની માત્ર ચોથી જ વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમતા ઝમાને 92 બોલમાં તેની પહેલી જ સદી ફટકારી હતી અને બાદમાં પાકિસ્તાનના દાવની 34મી ઓવરમાં એ 114 રન કરીને આઉટ થયો હતો. એના દાવમાં પોતાના 106 બોલના દાવમાં 12 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પાકિસ્તાનને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME