શ્રીદેવી મિસ્ટર ઇન્ડિયાની સિક્વલની તૈયારી કરશે

વીતેલા દાયકાની સુપર સ્ટાર ગણાયેલી અભિનેત્રી શ્રીદેવી એની આગામી ફિલ્મ મોમ રજૂ થઇ ગયા બાદ મિસ્ટર ઇન્ડિયાની સિક્વલનો પ્રોજેક્ટ હાથમાં લેશે એવી જાણકારી મળી હતી.મોમ શ્રીદેવીના પતિ ફિલ્મ સર્જક બોની કપૂરે બનાવેલી ફિલ્મ છે અને એમાં ઓરમાન માતાપુત્રીની કથા વણી લેવામાં આવી છે. આ ફિલ્મ રજૂ થવાની તૈયારીમાં છે ત્યારે શ્રીદેવીએ એવો અણસાર આપ્યો હતો કે મોમ રજૂ થઇ ગયા પછી અમે મિસ્ટર ઇન્ડિયાની સિક્વલની તૈયારી કરીશું.

ઓરિજિનલ મિસ્ટર ઇન્ડિયામાં અનિલ કપૂર સાથે શ્રીદેવી અને વિલનના રોલમાં મોગામ્બો ખુશ હુઆ ફેમ અમરીશ પુરી ચમક્યાં હતાં. આ ફિલ્મનું ડાયરેક્શન શેખર કપૂરે કર્યું હતું. જો કે સિક્વલનું ડાયરેક્શન કરવાની શેખરે ના પાડી હોવાનું કહેવાય છે એટલે સિક્વલ માટે કદાચ રાકેશ ઓમપ્રકાશ મહેરા અથવા મોમના ડાયરેક્ટર રવિ ઉદયાવરને સુકાન સોંપાશે.શ્રીદેવીએ કહ્યું કે અમે મિસ્ટર ઇન્ડિયાની કથાને આગળ વધારીશું. એમાં નવા ચહેરા પણ રજૂ થશે. અમને સિક્વલ માટે સોલિડ સ્ટોરીલાઇન મળી ચૂકી છે.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME