30 જૂને અડધી રાત્રે બોલાવાયું સંસદનું વિશેષ સત્ર

એક રાષ્ટ્ર એક કરના સપનાને પૂર્ણ કરવા સરકાર આગામી 1 જુલાઈથી દેશભરમાં GST લાગુ કરવા જઈ રહી છે. દેશમાં ટેક્સ સેવાના આ નવા માળખાને અમલમાં લાવવા મોદી સરકારે બધી તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. જેને લઈને 30 જૂને મધ્યરાત્રિએ કેન્દ્ર સરકાર સંસદનું વિશેષ સત્ર પણ બોલાવશે.

GSTને લઈને સરકારનો પ્રસ્તાવ

મોદી સરકારે દેશમાં એક સમાન ટેક્સ માળખાને લાગુ કરતો કાયદો GST અમલમાં આવતા પહેલા 30 જૂને મધ્યરાત્રિએ સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સત્ર રાત્રે 11 કલાકે શરુ થઈને 12:10 સુધી ચાલશે. આ દરમિયાન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણાપ્રધાન અરુણ જેટલી સંસદના આ વિશેષ સત્રને સંબોધિત કરશે. મધ્યરાત્રિએ બોલાવવામાં આવનારું આ સત્ર બન્ને સદનનું સંયુક્ત સત્ર હશે. આ બેઠક સંસદના કેન્દ્રીય હોલમાં બોલાવવામાં આવશે.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

Attachment

Leave a Comment

Powered By Indic IME