અમિતાભને બનાવાશે જીએસટીના બ્રાન્ડ એમ્બેસેડર

કેન્દ્ર સરકારે ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી)ને પ્રમોટ કરવા માટે બોલીવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને રોક્યા છે. આ નવી રાષ્ટ્રીય સ્તરની કરવેરા પદ્ધતિને આવતી 1 જુલાઈથી દેશભરમાં લાગુ કરવામાં આવનાર છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઈઝ એન્ડ કસ્ટમ્સે 74 વર્ષીય અમિતાભ બચ્ચનને જીએસટીના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાનો નિર્ણય લીધો છે.અમિતાભને દર્શાવતા 40-મિનિટના એક વિડિયોનું શૂટિંગ પૂરું કરવામાં આવ્યું છે અને એને સર્ક્યૂલેટ કરવામાં આવી રહ્યો છે. જીએસટીને અમિતાભ દ્વારા પ્રમોટ કરાવતો આ બીજો વિડિયો ઉતારવામાં આવ્યો છે.


ભારત દેશ આઝાદ થયો ત્યારપછી આ પહેલી જ વાર કેન્દ્ર સરકારે કરવેરા પદ્ધતિમાં આટલા મોટા પાયે ફેરફારો કર્યા છે. આ વેરા પદ્ધતિને અમલમાં મૂકવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. અગાઉ જીએસટીની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે બેડમિન્ટન સ્ટાર પી.વી. સિંધુને રોકવામાં આવી હતી.કેન્દ્રીય નાણાંપ્રધાન અરૂણ જેટલીએ એમનાં ટ્વિટર પેજ પર આ વિડિયો મૂક્યો છે જેમાં અમિતાભને જીએસટીને પ્રમોટ કરતા દર્શાવવામાં આવ્યાં છે.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME