સ્માર્ટ શહેરની ચોથી યાદીઃ ગાંધીનગર, રાજકોટ અને દાહોદનો સમાવેશ

કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડૂએ આજે ચોથું સ્માર્ટ સિટીનું લિસ્ટ જાહેર કરી દીધું છે. ચોથા સ્માર્ટ સિટીના લિસ્ટમાં દેશના 30 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ લિસ્ટમાં ગુજરાતના 3 શહેરો ગાંધીનગર, રાજકોટ અને દાહોદનો સમાવેશ કર્યો છે. આ પહેલા રજૂ કરવામાં આવેલા 3 સ્માર્ટ સિટીના લિસ્ટમાં અમદાવાદ, વડોદરા અને સુરતનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આમ, હવે ગુજરાતના કુલ 6 શહેરોને સ્માર્ટ સિટી બનાવવામાં આવશે.

શું સુવિધાઓ હશે સ્માર્ટ સિટીમાં

– વર્લ્ડ ક્લાસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ
– 24 કલાક વીજળી-પાણીનો સપ્લાય
– સરકારી કામ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ
– એક જગ્યાએથી બીજી જગ્યાએ 45 મિનિટમાં પહોંચી શકાય તેવી વ્યવસ્થા
– સ્માર્ટ એજ્યુકેશન
– એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી
– સારી સિક્યુરિટી અને એન્ટરેઈન્ટમેન્ટ

Attachment

Leave a Comment

Powered By Indic IME