આધાર કાર્ડને પાન કાર્ડ સાથે જોડવું ફરજિયાત, 1લી જુલાઈથી અમલ

કેન્દ્ર સરકારે ઈન્કમટેક્સના સુધારેલા નિયમ અંતર્ગત, આધાર નંબરને પાનકાર્ડ સાથે જોડવાનું ફરજિયાત કર્યું છે, જેનો અમલ 1લી જુલાઈથી શરૂ થશે. આ ઉપરાંત પાન કાર્ડની અરજી માટે સરકારે આધાર નંબર કે આઈડીની નોંધણી કરવી જરૂરી હોવાનું પણ જણાવ્યું છે. આ પહેલાં સુપ્રીમ કોર્ટે સમાજ કલ્યાણ સાથે જોડાયેલી વિભિન્ન યોજનાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડને અનિવાર્ય બનાવનારી સરકારી અધિસૂચના પર અંતરિમ આદેશ આપવાનો ઈન્કાર કર્યો હતો.

કેન્દ્રીય નાણા પ્રધાન અરૂણ જેટલીએ નાણાંકીય વર્ષ 2017-18 અંતર્ગત કર માળાખામાં સુધારો કરતાં ઈન્કમટેક્સ રીર્ટન ફાઈલ કરવા માટે આધાર કાર્ડ સાથેનું જોડાણ ફરજિયાત બનાવ્યું હતું. તેમજ કરચોરીને અટકાવવા માટે પાન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કરવાની યોજના કરી હતી.મહેસૂલ વિભાગે જણાવ્યું કે, “ દરેક પાન કાર્ડ ધારકોએ ઈન્કમટેક્સની જોગવાઈ મુજબ 1લી જુલાઈથી આધાર કાર્ડનો નંબર લિંકઅપ કરવો તેમજ તે અંગે જાણ કરવી ફરજિયાત છે.”દેશમાં 2.07 કરોડ કરદાતાઓએ પોતાના આધાર કાર્ડના નંબરને પાન કાર્ડ સાથે લિંકઅપ કરી દીધાં છે.જો કે દેશમાં લગભગ 25 કરોડ પાન કાર્ડ ધારકો છે જયારે 111 કરોડ લોકોને આધાર કાર્ડ આપવામાં આવ્યાં છે.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME