વડોદરાઃ હાઇપ્રોફાઇલ જુગારધામ ઝડપાયું

શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા અલંકાર ટાવરમાંથી ગત મોડીરાત્રે હાઇપ્રોફાઇલ જુગારધામ ઝડપાયુ છે. પોલીસે પોકર ગેમનો જુગાર રમતા 20 નબીરાઓને પોલીસે રંગેહાથે ઝડપી પાડ્યા છે. બે મુખ્ય સુત્રધારોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. નબીરાઓ પાસેથી 8 મોંઘીદાટ વૈભવી કાર અને 5 ટુ-વ્હીલર પણ મળી આવ્યા છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા અલંકાર ટાવરના બીજા માળે કેટલાક નબીરાઓ જુગાર રમતા હોવાની બાતમી સયાજીગંજ પોલીસને મળી હતી. જેને આધારે ગત મોડીરાત્રે સયાજીગંજ પોલીસે અલંકાર ટાવરમાં રેડ પાડી હતી. જેમાં પોકર ગેમનો જુગાર રમચા 20 જેટલા નબીરાઓ ઝડપાઇ ગયા હતા. સાથે જ પોલીસે નબીરાઓની 8 મોંઘીદાટ વૈભવી કાર અને 5 ટુ-વ્હીલર પણ જપ્ત કર્યા હતા. આ ઉપરાંત 21 મોબાઇલ, 1 લાખ 34 હજાર, 848 હજાર રોકડા મળીને કુલ 48 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. આજે વહેલી સવાર સુધી પોલીસ કામગીરી ચાલી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME