બ્રિટનમાં ધુમ્રપાન કરનારાઓની સંખ્યા 19 લાખ સુધી ઘટી

બ્રિટનમાં પબ, કલબો અને રેસ્ટોરન્ટમાંથી સિગારેટને દૂર કરાયાના એક દાયકા પછી ધુમ્રપાનનો દર એકદમ નિમ્ન સ્તરે પહોંચી ગયોં છે.
કેન્સર રિસર્ચ યુકેએ જારી કરેલી આંકડાકીય માહિતી પ્રમાણે 2007માં બ્રિટનમાં ધુમ્રપાન પર પ્રતિબંધ મુકી દેવાયો હતો. તે સમયની સરખામણીએ હાલમાં દેશમાં ફક્ત 83 લાખ જ ધુમ્રપાનકર્તા છે.

કેન્સર રિસર્ચ યુકેના સીઈઓ સર હરપાલકુમારે જણાવ્યું હતું કે અમે ધુમ્રપાન પર પ્રતિબંધ મુકાયાના 10 વર્ષની અસાધારણ સફળતાથી ચક્તિ થઈ ગયા છીએ. 2016માં બ્રિટનમાં 83 લાખ વ્યસ્કો ધુમ્રપાન કરતા હતાં. 2007માં ધુમ્રપાન કરનારાઓની સંખ્યા 1.02 કરોડ હતી. એટલે કે દેશમાં ધુમ્રપાન કરનારાઓની સંખ્યા 19 લાખ સુધી ઘટી ગઈ છે.કેન્સર રિસર્ચ યુકેએ જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે બ્રિટનમાં હવે ધુમ્રપાન કરનારા વ્યસ્કોની સંખ્યા 83 લાખ છે. સંશોધનમાં જાણવા મળ્યું હતું કે ધુમ્રપાન કરનારા વ્યસ્કોની સંખ્યામાં અત્યાર સુધીનો આ સૌથી મોટો ઘટાડો છે

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

Attachment

Leave a Comment

Powered By Indic IME