ગુજરાતમાં આજથી હુક્કાબાર પર પ્રતિબંધનો અમલ શરૂ

ગુજરાત વિધાનસભા ગૃહમાં તાજેતરમાં પસાર કરાયેલા હુક્કાબાર પરના પ્રતિબંધ અંગેના વિધેયકને આખરે દેશના રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે. પરિણામ સ્વરુપ હવે, રાજ્ય સરકાર આજે-3જી, જુલાઈ-2017ના સોમવારથી જ તેનો અમલ શરુ કરશે. આ કાયદામાં એવી જોગવાઈ મુજબ સરકાર હુક્કાબાર ઉપર પ્રતિબંધ લાદી શકશે એટલું જ નહીં પણ હવેથી આ ગુનો કોગ્નિઝેબલ ગણાશે. હુક્કાબારમાં પ્રવેશ, તપાસ, ઝડતી, જપ્તી સહિતની સત્તાઓ હવેથી પોલીસ અધિકારીઓને પ્રાપ્ત થઈ છે. નોંધનીય બાબત એ છે કે, ગુજરાતમાં દારુબંધી અમલમાં છે. એવી જ રીતે વર્ષ-2003માં સરકારે સિગારેટ, અન્ય તમાકુ ઉત્પાદન (વિજ્ઞાપન નિષેધ,વેપાર-વાણિજ્ય, ઉત્પાદન, પુરવઠા અને વહેંચણી) ધારો અમલમાં મૂક્યો હતો અને તેના દ્વારા હુક્કાબારની પ્રવૃતિને પણ નિયંત્રિત જરુર કરવામાં આવી હતી પરંતુ તેનાથી હુક્કાબાર ઉપર પ્રતિબંધ લાદી શકાતો ન હતો એટલે રાજ્ય સરકારે વિધાનસભાના તાજેતરના સત્રમાં હુક્કાબાર પ્રતિબંધ વિધેયક પસાર કરાવ્યો હતો અને તેને મંજૂરી માટે રાજ્યપાલને મોકલી આપ્યો હતો પરંતુ રાજ્યપાલે તેને સહી (મંજૂરી) માટે દેશના રાષ્ટ્રપતિને મોકલી આપ્યો હતો. હવે, રાષ્ટ્રપતિએ તેને મંજૂરી આપી દીધી છે એટલે હવે આજથી જ ગુજરાતભરમાં તેનો અમલ શરુ કરી દેવાયો છે.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME