ઝુલનની બોલિંગ એક્શનથી પ્રભાવિત થઈને ફાસ્ટ બોલર બની પાકિસ્તાનની કાયનાત ઈમ્તિયાજ

આઈસીસી વર્લ્ડકપમાં પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમ પોતાના પ્રદર્શનને સુધારવાનો પ્રયત્ન કરી રહી છે. સના મીરની કેપ્ટનસીવાળી આ ટીમ આઈસીસી મહિલા વર્લ્ડકપમાં અત્યાર સુધી ત્રણ મેચો હારી ચૂકી છે. જોકે, આ દરમિયાન પાકિસ્તાની એક ખેલાડીનું એક સ્વપ્ન પૂરો થઈ ગયો છે.વાત થઈ રહી છે, પાકિસ્તાનની ક્રિકેટર કાયનાત ઈમ્તિયાજની.25 વર્ષની આ ફાસ્ટ બોલરે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે, જેમાં ભારતની સ્ટાર ફાસ્ટ બોલર ઝુલન ગૌસ્વામી સાથે તે નજરે પડી રહી છે. કાયનાત ઝુલનને પોતાની આદર્શ માને છે.કાયનાત ઇસ્માઇલી છે જે શાન્તિપ્રિય અને બિઝ્નેસ કોમ્યુનિટિ તરીકે ઓ્ળખાય છે.

કાયનાતે શેર કરેલી તસવીર સાથે લખ્યું છે કે, ઝુલનની બોલિંગ સ્ટાઈલ તેને એટલી પસંદ આવી કે, તે ક્રિકેટર બની ગઈ, અને 12 વર્ષ પછી તેમની સાથે આ વર્લ્ડકપમાં રમી રહી છે. કાયનાતની આ ઈમોશનલ પોસ્ટ હાલમાં વાયરલ થઈ રહી છે.કાયનાતે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું કે, ભારતીય ટીમને પહેલી વાર મે 2005માં દેખી હતી. જ્યારે તે ટીમ એશિયા કપ રમવા માટે પાકિસ્તાન આવી હતી. ટૂર્નામેન્ટમાં હું બોલ ગર્લ હતી. સૌથી ફાસ્ટ બોલ ફેકનાર ઝુલન ગૌસ્વામીને જોઈને હું એટલી પ્રભાવિત થઈ કે, મે ક્રિકેટને જ પોતાનું કરિયર બનાવી લીધુ અને તે પણ એક ફાસ્ટ બોલરના રૂપમાં. આ મારા માટે એક ઘણી મોટી ગર્વની ક્ષણ છે. 12 વર્ષ બાદ 2017માં તેમની સાથે જ રમી રહી છું, જેમનાથી મને પ્રેરણા મળી હતી.

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME