સુરતઃ કાપડ માર્કેટમાં ઉતારાઈ જેકેટ સાથેની ફોર્સ

જીએસટી નાબૂદી માટે ટેક્સટાઇલ માર્કેટની લડાઇથી ટ્રેડર્સમાં દિવસે દિવસે રોષ વધી રહ્યો છે. સુરત ટેક્સટાઇલના ટ્રેડર્સે અઠવાડિયાની વ્યૂહરચના ઘડી આંદોલનને પરિણામ ન મળે ત્યાં સુધી ચલાવવા રણટંકાર કર્યો છે. દરમિયાન આજે (ગુરૂવાર) વેપારીઓ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવવાનું હોવાથી પોલીસના ઘાડા ઉતારવામાં આવ્યા છે. જેમાં આજે પહેલીવાર કહીં શકાય એમ રમખાણો માટે તૈયાર કરવામાં આવેલા જેકેટ સાથે કાપડ માર્કેટમાં ફોર્સ ઉતારવામાં આવી છે. પથ્થરમારા બાદ આ જેકેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

Attachment

Leave a Comment

Powered By Indic IME