ગેરકાયદેસર ગુટખા બનાવતી ફેક્ટરી ઝડપાઈ

ખેડા-બારેજા રોડ પર કનેરા ગામ પાસે ડાલિયા કોલેજ નજીક અાવેલા એક ગોડાઉમાં પોલીસે દરોડા પાડી ગેરકાયદેસર ગુટખા બનાવતી ફેકટરી ઝડપી લઈ અાશરે રૂપિયા ૨૫ લાખનો કિંમતનો મુદ્દામાલ કબજે કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

અા અંગેની વિગત એવી છે કે બારેજા રોડ પર કનેરા ગામ પાસે ડાલિયા કોલેજ પાસે અાવેલા ગોડાઉનમાં ગેરકાયદેસર ગુટખા બનાવવામાં અાવતા હોવાની ખેડા પોલીસને બાતમી મળતા પોલીસે મોડી સાંજે અા ગોડાઉન પર છાપો માર્યો હતો. પોલીસે અા ગોડાઉનમાંથી કાચા માલની ૧૯૯ બોરી, ૩૪ કોથળાં, ૧૭૦૦ પાઉચ, નવ મશીન, ૫૨ રોલ, ગુટખા પેકિંજ કરવાના બે મશીન, કોથળા સિવવાના બે મશીન મળી અાશરે રૂપિયા ૨૫ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

Attachment

Leave a Comment

Powered By Indic IME