હીરોઇનો તો કેક પરના પેડિંગ જેવી હોય છે, ફિલ્મો તો હીરો માટે હોય છે: ટાઇગર શ્રોફ

ફિલ્મોમાં હીરોઇનો તો કેક પરના પેડિંગ જેવી હોય છે. ફિલ્મો હીરો લોગ માટે હોય છે એવું કહીને હોનહાર અભિનેતા ટાઇગર શ્રોફે બિનજરૃરી વિવાદ છેડયો હતો. હીરોપંતી અને બાગી પછી ટાઇગર હાલ મુન્ના માઇકલ ફિલ્મ કરી રહ્યો છે જેમાં એ પોપ સંગીતના બેતાજ બાદશાહ માઇકલ જેક્સનના દિવાના ફેનનો રોલ કરી રહ્યો છે. એણે એક ઇન્ટરવ્યૂમાં પોતાની હીરોઇનોને ‘પેડિંગ’ જેવી ગણાવીને વિવાદનાં બીજ વાવ્યાં હતાં. હાલ એની બે હીરોઇનોમાં જાહ્નવી કપૂર અને અનન્યા પાંડેનો સમાવેશ થાય છે.

જાહ્નવી બોની કપૂર અને શ્રીદેવીની પુત્રી છે તો અનન્યા ચંકી પાંડેની પુત્રી છે. બંને નવોદિતો છે. આ બંને કરણ જોહરની સ્ટુડન્ટ ઑફ ધી યરની સિક્વલમાં ટાઇગર સાથે ચમકવાની છે. એમની તુલનાએ ટાઇગર ત્રણ ફિલ્મો જેટલો સિનિયર છે. જો કે એની હીરોપંતી અને ફ્લાઇંગ જાટ ફિલ્મો બોક્સ ઑફિસ પર ફ્લોપ નીવડી હતી. ટાઇગરે કહ્યું કે હું કાસ્ટિંગમાં માથું મારતો નથી. મારી સાથેના પેડિંગ બાબતમાં હું કદી પરવા કરતો નથી. હું માત્ર મારો રોલ અને સ્ક્રીપ્ટ જોઉં છું. બાકીનું ફિલ્મ સર્જક પર છોડી દઉં છું

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો.

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME