સુરતમાં કાપડ વેપારીનો સુસાઈડ નોટ લખી આપઘાત

જીએસટીના વિરોધમાં કાપડના વેપારીઓ જંગે ચડ્યા છે ત્યારે કાપડનું સ્ટીચીંગ કરી ઓનલાઈન કાપડનો વેપાર કરતાં એક 43 વર્ષીય યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. દુકાનમાં જ આપઘાત કરી લેનારા વેપારી સુસાઈડ નોટ લખી હતી. જેમાં નવ વર્ષના સંઘર્ષનો ઉલ્લેખ કરીને બે દીકરીઓ અને પત્નીને માફ કરી દેવાનો સંદેશ લખીને આપઘાત કર્યો હતો.

સિટીલાઈટ વિસ્તારમાં આવેલી શ્રી વાટિકા એપાર્ટમેન્ટમાં રહેતા પ્રણવ અક્ષય પટેલે (ઉ.વ.આ.43) નવ વર્ષ અગાઉ ફાયનાન્સના ધંધામાં ભારે ખોટ ખાધી હતી. ત્યારબાદ તેમણે આ ધંધો છોડીને છેલ્લા થોડા સમયથી ટેલરિંગ અને ઓનલાઈન કપડાના વેચાણનું કામ કાજ શરૂ કર્યું હતું. તેમાં પણ ખાસ કંઈ ઉકાળી શક્યા ન્હોતાં. જેથી આજે સવારે સાડા સાત વાગ્યા આસપાસ દુકાન ખોલી હતી. બાદમાં દુકાનની અંદર જ પોણા નવ વાગ્યા આસપાસ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

પ્રણવના આપાઘાત અગાઉ તેણે સુસાઈડ નોટ લખી હતી. જેમાં પોતાની બન્ને દીકરીઓને સાચવવાનું કહી સોરી લખી આપઘાત કર્યો હતો. પ્રણવે સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, નવ વર્ષ અગાઉ ફાયનાન્સના ધંધામાં ભારે નુકસાન કર્યું હતું. જેના ઘણા રૂપિયા લેણદારોને ચુકવવાના બાકી હતાં. પરંતુ લેણદારો ક્યારેય વધારે ભીંસ કરતાં નહોતા. તે બહુ સારા લોકો છે. મારે જેની પાસેથી રૂપિયા લેવાના છે તે પણ સારા છે. પરંતુ તેઓ કોઈ કારણોસર આપી ન શક્યા અને હવે હું નવ વર્ષથી જવાબ આપી આપીને થાકી ગયો છું. જેથી આપઘાત કરી લેવા સિવાય મારી પાસે કોઈ રસ્તો નથી.

પ્રણવ પટેલ રોજ કરતાં આજે પોતાની શોપ પર વહેલો આવી ગયો હતો. અને નિત્યક્રમ મુજબ દુકાનની બહાર જ પોતાના ચંપલ ઉતારીને અંદર પ્રવેશ્યો હતો. આપઘાત બાદ હિરેન પટેલે પોલીસને પ્રણવના આપઘાતની જાણ કરી હતી. ઉમરા પોલીસને ઘટના અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને મૃતદેહનો કબ્જો મેળવી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસને આપઘાત સ્થળેથી સુસાઈડ નોટ સાથે પ્રણવે આપવાના અને લેવાના થતાં રૂપિયાના બીલ પણ મુક્યા હતાં. જે તમામનો કબ્જો લઈ વધુ તપાસ હાથ ધરી છે.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME