રવિ શાસ્ત્રીને કોચ બનાવવાનો નિર્ણય હજી લેવાયો નથીઃ બીસીસીઆઈના અધિકારીની સ્પષ્ટતા

રવિ શાસ્ત્રીને ભારતીય પુરુષોની ક્રિકેટ ટીમના વડા કોચ તરીકે બે વર્ષ માટે નિયુક્ત કરવામાં આવ્યા હોવાના અહેવાલોના બે કલાક બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે એ અહેવાલોને રદિયો આપ્યો છે. બીસીસીઆઈના અધિકારી અમિતાભ ચૌધરીએ પત્રકાર પરિષદ બોલાવીને સ્પષ્ટતા કરી હતી કે શાસ્ત્રીની નિમણૂકનો નિર્ણય હજી લેવામાં આવ્યો નથી.

ચૌધરીએ કહ્યું છે કે આ નિર્ણય સૌરવ ગાંગુલી, સચીન તેંડુલકર અને વી.વી.એસ. લક્ષ્મણની બનેલી ત્રણ-સભ્યોની ક્રિકેટ એડવાઈઝરી કમિટી (CAC) જ લેશે.અગાઉ એવા અહેવાલો હતા કે ક્રિકેટ સલાહકાર કમિટી (CAC)એ ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના નવા હેડ કોચ તરીકે ભૂતપૂર્વ ક્રિકેટર રવિ શાસ્ત્રીને નિયુક્ત કર્યા છે અને શાસ્ત્રી 2019ની આઈસીસી વર્લ્ડ કપ સુધી ટીમના કેપ્ટન પદે રહેશે.

શાસ્ત્રી અગાઉ બે વર્ષ માટે ભારતીય ટીમના ડાયરેક્ટર પદે રહી ચૂક્યા છે. એમના માર્ગદર્શન હેઠળ ભારતે 2015ની વર્લ્ડ કપ અને 2016ની વર્લ્ડ ટ્વેન્ટી-20 સ્પર્ધાની સેમી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. એમના કાર્યકાળ દરમિયાન ભારતીય ટીમે આઈસીસી ટેસ્ટ રેન્કિંગ્સમાં નંબર-1 હાંસલ કર્યો હતો.શાસ્ત્રી સાથે હેડ કોચ પદ મેળવવાની રેસમાં વિરેન્દર સેહવાગ, લાલચંદ રાજપૂત, ટોમ મૂડી, ફિલ સિમોન્સ અને રિચર્ડ પાઈબસ પણ હતા.

સલાહકાર સમિતિના સભ્યોએ હેડ કોચના નિર્ણયની જાહેરાતને બે દિવસ પહેલા મોકૂફ રાખી હતી અને કહ્યું હતું કે ટીમનો કેપ્ટન વિરાટ કોહલી વિદેશથી સ્વદેશ પાછો ફરે ત્યારબાદ એની સાથે મસલત કર્યા બાદ કોચનું નામ જાહેર કરવામાં આવશે. કોહલી પાછો ફર્યા બાદ સલાહકાર સમિતિના સભ્યોએ એની સાથે મસલત કરી હતી અને એની પસંદગીને મહત્વ આપ્યું છે.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME